Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

કચ્છના 1.80 લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો : રાસાયણિક ખાતરના વધતા ભાવ નિયંત્રણમાં લાવવા રજુઆત

કચ્છમાં ખાતરના વધતા જતા ભાવના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે , જેથી ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા રાપરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે . તમામ ચીજવસ્તુઓમાં આવેલા ભાવવધારાના કારણે ખેતીનો ખર્ચ પુષ્કળ પ્રમાણમાં વધી જાય છે અને ખેતીમાં પુષ્કળ ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતાં નુકસાની વેઠવી પડે છે . અનિયમિત વીજળી અને પેટ્રોલ – ડીઝલના ભાવમાં આવેલા ઉછાળાના પગલે ખેડૂતોને ખેતીને લગતા સાધનો ચલાવવા મુશ્કેલ બન્યા છે . ભાવ વધારાથી કચ્છના અંદાજિત 1.80 લાખથી વધુ ખેડૂતો ઉપર આર્થિક બોજો વધી ગયો છે . જિલ્લામાં ઉનાળુ સિઝન માટે રોપાણનું કામ ચાલુ છે તેવામાં સલ્ફેટ ડી.ઈ.પી. સહિતના ખાતરના ભાવમાં 10 થી 15 ટકા એટલેકે , રૂ .150 થી રૂ .280 નો ડામ અપાયો છે . પેટ્રોલ – ડિઝલ , ખાતરના વધતા ભાવથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . ખેતી પાછળ વધતા જતા ખર્ચની સામે આવક ઓછી થઇ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે . જો આવી સ્થિતિ રહી તો ખેડૂતોને ખેતી ક૨વી મોંઘી બનશે અને નાછૂટકે ખેડૂતો ખેતી કરવાનું મૂકી દેશે.

संबंधित पोस्ट

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

ગુજરાત ગેસના CNGથી તોબા, 22 માર્ચે રું. 4.79, 6 એપ્રિલે ફરી રું. 6.45નો વધારો

Karnavati 24 News

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

બેસ્ટ ઓર્ગેનાઇસઝર એવાર્ડ ઓફ અમદાવાદ

Admin

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

Karnavati 24 News
Translate »