નવી પેન્શન યોજના નિવૃત કર્મચારીઓને અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરવા મજબૂર હોવાનો રાષ્ટ્રીય પેન્શન સંયુક્ત મોરચા માનવું છે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ સહિતનાં સંગઠનોને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે આમ છતાં હજુ સુધી કોઇ પરિણામ નહીં આવતા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે જૂનાગઢમાં ૭૦૦ જેટલા શિક્ષકો દ્વારા ધરણા યોજી વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ અંગે રાષ્ટ્રીય પેન્શન યોજના ના સંયુક્ત મોરચો જૂનાગઢના સંયોજક સુરેશભાઈ ખુમાણ અને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ઉપાધ્યક્ષ જીતુભાઈ ખુમાણે જણાવ્યું હતું કે સમગ્ર પશ્ચિમ બંગાળમાં આજે પણ જૂની પેન્શન યોજના લાગુ છે ગત તારીખ 28 માર્ચ નો સમય વીતી જતા ગુજરાતના કર્મચારીઓમાં ભારે આક્રોશ છે આ બાબતને જોતા રાષ્ટ્રીય જુની પેન્શન યોજના સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા નાછૂટકે પ્રથમ તબક્કાના આંદોલનની જાહેરાત કરવી પડી છે જેમાં જૂનાગઢના સરદાર બાગ ખાતે ધરણા યોજી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાઈ જૂની પેન્શન યોજના લાગુ કરવાની ઉગ્ર માંગ કરી હતી
