Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 કોરોનો પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ફરી બે કોરોના પોઝિટીવ આવતા ચિંતા વધી છે. કંબોડિયાના 2 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. જેથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઓમિક્રોનના નવા વેરીયટન્ટની દહેશત વચ્ચે અત્યારે કોરોનાને લઈને દહેશત છે. ત્યારે આ દહેશત વચ્ચે કોરોનાને લઈને તમામ હોસ્પિટલમાં ડ્રાઈવ પણ યોજાઈ છે આ ઉપરાંત બહારથી આવેલું સ્ટ્રેસિંગ પણ એરપોર્ટ પર શરુ કરવામાં આવ્યું છે. તેવામાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં  2 વિદેશીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસોની ગતિ ધીમે સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 28 ડિસેમ્બરે કોરોનાના 06 નવા કેસ નોંધાયા છે. આજે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં 2 વિદેશીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગિફ્ટ સિટી ક્લબમાં અલગ રાખવામાં આવ્યા છે. સાવચેતીના ભાગ રૂપે આ ​​દર્દીઓના સંપર્કમાં આવેલા અન્ય 17 લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના 06 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલના સાંજના આંકડા પ્રમાણે અમદાવાદમાં 02, ગાંધીનગરમાં 01, ખેડામાં 01, કચ્છમાં 01, વડોદરામાં 01 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા પર પહોંચી ગયો છે. ચાર દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

संबंधित पोस्ट

યોગ ટિપ્સઃ ડાયાબિટીસમાં યોગા ફાયદાકારક છે, જાણો પ્રેક્ટિસ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

આ દૂધ પીવાથી એસિડિટીમાંથી તરત મળે છે રાહત, જાણો બીજા ઘરેલું ઉપાયો પણ

Karnavati 24 News

હેલ્થ ટીપ્સ: પીનટ બટરના શોખીન છે, જાણો તેના ગેરફાયદા; વધુ પડતું ખાવાથી મોટી સમસ્યા થઈ શકે છે

Admin

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

પોલિયો રવિવાર : તાપી જિલ્લામાં ૦ થી ૫ વર્ષનાં અંદાજીત ૬૮૨૭૩ બાળકોને અપાશે પોલિયોના ડોઝ

कोविड मरीजों के इलाज में इस्तेमाल होने वाली दवा को इस कंपनी ने कर दी सस्ती

Admin
Translate »