Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો



(જી.એન.એસ) તા. 10

મહેસાણા,

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જો કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, ડભોડા ગામના પાદરે આવેલા તૌરાબોરુ તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો. પાણીમાં ગરકાવ થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફરી વળી હતી.

संबंधित पोस्ट

ખેતી અને જમીન દલાલી કરતાં વ્યક્તિએ જીએસટી કૌભાંડના આરોપી મહેશ લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

Gujarat Desk

લાકડાનાંવેપારીસાથેઅંજારનાંવરસામેડીસીમમાંઆવેલીખાનગીકંપનીએ૨.૯૧કરોડરૂપિયાનોચૂનોચોપડયો

Gujarat Desk

દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે

Gujarat Desk

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આચારસંહિતાને કારણે જાન્યુઆરી-૨૦૨૫ મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે નહીં

Gujarat Desk

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, રાજયમાં 24 કલાકમાં 7નાં મોત, 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Karnavati 24 News
Translate »