આજ રોજ ના દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં પક્ષ ના નેતા સુપ્રિયા સુલે, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, સેવાદળ ના મહારાષ્ટ્ર ના અધ્યક્ષ ડો. જાનબા મસ્કે અને પાર્ટી ના અન્ય પદાધિકારીઓ ને પક્ષ ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડના નેશનલ ચીફ કમિશનર ડો. અમીતકુમાર રાવલ, રાષ્ટ્રીય કોષાઘ્યક્ષ ડો. મેહબૂબઅલી સૈયદ તેમજ મહારાષ્ટ્ર રાજ્યના ઉપાધ્યક્ષ નિકુંજ પંચોલી હાજર રહેલા હતા. રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા માનનીય પદ્મ વિભૂષણ શ્રી શરદ પવાર સાહેબ ને લીડરશીપ એવોર્ડ-૨૦૨૩ થી સન્માનિત કર્યા હતા.