Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ


(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,     

       ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

           અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીની ચળવળમાં શ્રી સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા. તેઓએ વર્ષ – ૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેઓ વર્ષ – ૧૯૧૦માં શ્રી સાવરકરના કેસને હેગ અદાલત સુધી લઇ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સૌ પ્રથમ ફ્રાન્સમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ માર્ટીનિક ટાપુ ઉપર ૬ વર્ષ સુધી જેલવાસ પણ તેમણે ભોગવ્યો હતો. શ્રી સરદારસિંહ રાણાની બીજા વિશ્વયુદ્ધ વખતે પણ ધરપકડ કરવામાં આવી હતી અને જયારે દેશ આઝાદ થયો ત્યારે તેઓ ભારત પરત આવ્યા બાદ હતા.  શ્રી સરદારસિંહ રાણાનું નિધન ૨૫ મે, ૧૯૫૭ના રોજ વેરાવળ ખાતે થયું હતું.     

            આ પ્રસંગે વિધાનસભાના નાયબ સચિવ શ્રી એમ.એચ. કરંગીયા, નાયબ સચિવ ડૉ. હર્ષિલ પટેલ અને ઉપસચિવ શ્રી ચિરાગ પટેલ સહીત વિધાનસભાના   ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ પૂજય સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

संबंधित पोस्ट

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પદભાર પદભાર સંભાળતા શ્રી પંકજ જોષી

Gujarat Desk

યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રી મેડીકલ ચેકઅપ , રક્તદાન અને વૃક્ષારોપણ કેમ્પ નું આયોજન

Karnavati 24 News

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

Gujarat Desk

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Admin

1 એપ્રિલ 2025થી નેશનલ અને સ્ટેટ હાઇવે ટોલ ટેક્સમાં થશે વધારો

Gujarat Desk

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું

Gujarat Desk
Translate »