Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

વોટ્સ્એપ પર આવતાટ ફ્રોડ કોલ્સને ઓળખવા માટે ટ્રુ કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ થશે શરૂ

આજકાલ સાયબર ક્રાઈમ ચરમસીમાએ છે અને સાયબર અપરાધીઓ પણ વોટ્સએપ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં WhatsApp પર 500 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે.

આટલી મોટી સંખ્યામાં યુઝરબેઝ રાખવાથી હેકર્સ અથવા સ્કેમર્સને મોટો ફાયદો થાય છે અને તેઓ સરળતાથી લોકોને તેમની જાળમાં ફસાવે છે. આજકાલ લોકોને વોટ્સએપ પર ઘણા ફ્રોડ કોલ અથવા એસએમએસ આવી રહ્યા છે. આ સંદેશાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમની અંગત વિગતો લઈ ફ્રોડ થતું હોય છે.

પરંતુ હવે Truecaller એ WhatsApp પર ફ્રોડ કૉલ્સ અથવા SMSને ઓળખવા માટે Meta સાથે હાથ મિલાવ્યા છે અને ટૂંક સમયમાં જ લોકોને એપ પર એક વિશેષ સુવિધા મળવા જઈ રહી છે, જેની મદદથી તેઓ સ્પામ અથવા ફ્રોડ કૉલને અગાઉથી ઓળખી શકશે. જેમ ટ્રુકોલરમાં સ્પામ કોલ આવે ત્યારે લોકોને લાલ રંગની ચેતવણીઓ મળે છે, તે જ રીતે આવનારા સમયમાં વોટ્સએપ પર પણ થશે અને લોકો પહેલાથી જ છેતરપિંડીના કોલને ઓળખી શકશે.

Truecaller તેની કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર લાવવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ સ્પામ કોલ્સ ઓળખી શકશે. આ ફીચર આ મહિનાના અંત સુધીમાં WhatsApp પર આવી શકે છે.

સ્પામ કોલ્સ ઓળખવા અને ઓનલાઈન છેતરપિંડી ઘટાડવા માટે ટ્રુકોલરની કોલર ઓળખ સેવા ટૂંક સમયમાં WhatsApp પર ઉપલબ્ધ થશે. કંપની ટ્રાઈના આદેશ મુજબ મોબાઈલ નેટવર્ક્સ પર ટેલિમાર્કેટિંગ કૉલ્સને ફિલ્ટર કરવા માટે AI તકનીકો પર રિલાયન્સ જિયો અને એરટેલ સાથે પણ કામ કરી રહી છે. તેની મદદથી આવા તમામ કોલ બ્લોક કરી શકાય છે જે સ્પામ અથવા માર્કેટિંગ સાથે સંબંધિત હોય છે.

संबंधित पोस्ट

EV: મોંઘા કાચા માલના કારણે કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ, ભાવ 10% વધશે

Karnavati 24 News

Audi R8નું આગામી મોડલ હશે ફૂલ ટુ ઇલેક્ટ્રિક વર્ઝન, નવી સુપરકાર વીજળીની સ્પિડે દોડશે

Karnavati 24 News

આંખના પલકારામાં 300 કિમીની ઝડપ! દેશમાં લોન્ચ થઈ આ દમદાર કાર, કિંમત છે આટલી

Admin

ભારતમાં લોન્ચ થયા JBLના શાનદાર ઇયરબડ, પાણીમાં પણ નહીં બગડે, જાણો કિંમત

Karnavati 24 News

ઈલેક્ટ્રિક કાર ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો ભંગારના વેપારી પણ કહેશે આ બમ્પ નથી જોઈતા!

Karnavati 24 News

ફેસબુક કોઈ ગેરંટી વિના આપી રહ્યું છે 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

Karnavati 24 News
Translate »