Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય

અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ નહીં થાય. ઘણા દિવસથી પ્રસાદ વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વિવાદ બાદ હવે મોહનથાળનો પ્રસાદ ચાલું રહેશે.

પ્રવક્તા મંદિર ઋષિકેશ પટેલે કહ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ છેલ્લા 37 વર્ષથી અપાતો હતો. સંતો અને ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. મોહનથાળ અને ચિક્કી બન્ને સાથે અપાશે.

માઈ ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજીમાં મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરાયો. મોહનથાળનો પ્રસાદ અગાઉ બંધ કરાતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. મોહનથાળની પ્રસાદની ગુણવત્તામાં પણ હવેથી સુધારો કરવામાં આવશે.

અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ મંદિરના વહીવટદારો પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. દેશના 51 શક્તિપીઠમાં સમાવિષ્ટ અંબાજી મંદિરના પ્રસાદમાં પ્રથમ વખત ફેરફાર થતા શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી હતી.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અગાઉ વિરોધ કરતા કહ્યું કે, અંબાજી મંદિ કોંગ્રેસનો આક્ષેપ નવા નિર્ણયથી આદિવાસી બહેનોની રોજી રોટી છિનવાઈ છે. અંબાજી મંદિરના  વહીવટને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો, આ પ્રકારે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાતા વજ્રઘાત કરવામાં આવ્યો છે. તેમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત વીએચપીએ પણ પ્રસાદ શરુ કરવાને લઈને માગ કરી હતી.

संबंधित पोस्ट

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News

પંજાબ સરકારના આરોગ્ય મંત્રીની ધરપકડઃ CM માનને થોડા સમય પહેલા બરતરફ કર્યા હતા, ટેન્ડર અને હોર્સ ટ્રેડિંગમાં 1% કમિશનનો આરોપ હતો

Karnavati 24 News

રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ખાલી જગ્યા: 10 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરો, 56,000 સુધીનો પગાર મળશે

Karnavati 24 News

નંબર પ્લેટ વગરના, લખાણ વાડી નંબર પ્લેટ વિરુઘ્ધ રાજકોટ પોલીસની ડ્રાઇવ: ૯૧ કેસ કરી રૂ.૩૮૬૦૦નો દંડ વસૂલાયો

Karnavati 24 News

🙏મહાદેવ હર 🙏

Karnavati 24 News

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News