ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં શરીર સબંધિત ગુનાઓ માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે આ ગુનાઓમાં ખૂનની કોશિશ, હંગામા, અપહરણ ગુનાહિત ધમકી આપવા, બળાત્કાર તેમજ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે થયેલા હુમલાઓમાં છેલ્લા 5 વર્ષમાં ઘટાડો થયો હોવાનો દાવા સાથેનું સરવૈયું રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત પોલીસની અસરકારક કામગીરી અને ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં ઘટાડો થયો હોવાનો દાવો રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ગત વર્ષ 2016માં ખૂનની કોશિશ હેઠળ 987 બનાવો બન્યા હતા જેની સામે વર્ષ 2021 માં તે ઘટીને 859 જેટલા ખૂનની કોશિશ અંગેના બનાવો બન્યા હતા. એટલે કે 12 ટકા જેટલો ઘટાડો દર્શાવાયો છે તે જ રીતે હંગામા અંગેના ગુનાઓમાં પણ ઘટાડો નોંધવામાં આવે છે. ગુજરાત પોલીસના આપેલા સરવૈયા મુજબ વર્ષ 2016માં હંગામા ના 341 ગુના સામે વર્ષ 2021માં માત્ર 158 ગુના પોલીસ ચોપડે નોંધાયા છે જ્યારે અપહરણના ગુનામાં જોવા જઈએ તો વર્ષ 2006ની સરખામણીએ મુજબ 2021માં અપહરણના ગુનામાં 28 ટકાનો ઘટાડો નોંધવામાં આવે છેે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં 249 ગુનાઓ સામે વર્ષ 2020માં માત્ર 177 અપહરણના ગુનામાં બન્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે બળાત્કારની ઘટનાઓમાં મળતી વિગતો મુજબ વર્ષ 2016માં ગુજરાતની અંદર 664 ગુના નોંધાયા હતા જેની સામે વર્ષ 2021માં બળાત્કારના 570 ગુના બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે
