Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત : માંડવીના બલાલતીર્થથી પશુઓ ભરેલી ટ્રક પકડાય : 13 ભેંસો ખીચોખીચ ભરી હતી

બારડોલી: માંડવી તાલુકાનાં બલાલતીર્થ ગામની ઇસમમાં મહુડી જતાં રોડ પરથી પશુ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી હતી. ટ્રકની તલાશી લેતા અંદરથી 13 ભેંસો ખીંચોખીચ હાલતમાં મળી આવી હતી. પોલીસે ભેંસો અને ટ્રક સહિત કુલ 9.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી પોલીસને બાતમી મળી હતી કે, ઝંખવાવથી ગેરકાયદે પશુ ભરી ફેદરિયા ઉકાઈ રોડ થઈ માલેગાંવ તરફ એક ટ્રક જઇ રહી છે. આ બાતમીના આધારે માંડવી પોલીસની ટીમે રાત્રિના દોઢેક વાગ્યાની આસપાસ ઉકાઈ ફેદરિયા રોડ પર બલાલતીર્થ ગામની સીમમાં વોચમાં હતા. તે સમયે શંકાસ્પદ ટ્રક આવતા જ પોલીસે તેને ઊભા રહેવા ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રક ઊભી ન રાખી આગળ હંકારી ગયો હતો. પોલીસે તેનો પીછો કરતાં મહુડી તરફ જવાના રસ્તા પર ટ્રક ઊભી રાખી ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકમાં તલાશી લેતા અંદર 13 ભેંસો ખીચોખીચ ક્રૂરતા પૂર્વક ભરી હતી, પોલીસે તમામ ભેંસોને છોડાવી પાંજરપોળ મોકલવાની તજવીજ હાથ ધરી  હતી. પોલીસે પાંચ લાખની કિંમતની ટ્રક, અને 4.55 લાખ રૂપિયાની ભેંસ મળી કુલ 9.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

संबंधित पोस्ट

દેવું ચૂકવવા અને તાંત્રિક વિધિ માં નોટ નો વરસાદ કરવા જાલીનોટ બનાવનાર બે મહિલા પકડાઈ

Karnavati 24 News

गोली चला के दहशत फैलाकर रंगदारी मांगने के जुर्म में चार अपराधियों को पुलिस ने गिरफ्तार कर भेजा जेल

Admin

सितंबर में अंतिम वर्ष की परीक्षाओं को लेकर यूजीसी ने सुप्रीम कोर्ट में दाखिल किया हलफनामा, कही यह बात

Admin

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

Admin

ACB સર્ચ : એસીબીના હાથે ઝડપાયો સુરતનો લાંચય અધિકારી જાણો કેવડી મોટી લાંચ માંગી ?

Karnavati 24 News
Translate »