Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતગુનો

વલસાડ: ભિલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની 1760 બોટલ સાથે 2 પકડાયા, મંગાવનાર વોન્ટેડ જાહેર

વલસાડ જિલ્લાની ભિલાડ પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સેલવાસથી સુરત જતા એક ટોમ્પોની તપાસ કરી તેમાં બનેલા એક ચોર ખાનામાંથી વિદેશી દારૂની 1,760 બોટલ કબજે કરી હતી. આ સાથે પોલીસે ટેમ્પોચાલક સહિત 2 લોકોની અટકાયત કરી છે. ભિલાડ પોલીસે કુલ 9.71 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે.

ટેમ્પોની અંદર બનાવેલા ચોર ખાનામાં જથ્થો સંતાડ્યો હતો

મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ભિલાડ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, સેલવાસ તરફથી એક ટેમ્પોમાં ચોર ખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાળી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આથી પોલીસે બાતમીના આધારે વોટ ગોઠવી હતી. દરમિયાન ભીલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે સેલવાસથી આવતા રોડ પર એક ટેમ્પોને રોકી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને ટેમ્પોની અંદર બનેલા ચોર ખાનામાંથી વિદેશી દારૂની 1,760 બોટલ મળી આવી હતી.

દારૂનો જથ્થો મગાવનાર વોન્ટેડ જાહેર

આથી પોલીસે ટેમ્પો લઈ જઈ રહેલા મુસ્તાક હારુંન વારૈયા અને ઉદયકુમાર મહેશરામની અટકાયત કરી હતી. આ સાથે પોલીસે તેમની પાસેથી રૂ.2.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો, રોકડા રૂ. 5 હજાર અને મોબાઇલ ફોન મળી કુલ 9.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા તેઓ આ દારૂનો જથ્થો સુરતના શૈલેષ ઉર્ફે શૈલોએ મગાવ્યો હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે સુરતના શૈલેષ ઉર્ફે શૈલો નામના ઇસમને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

વડોદરા: સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા દર્દી રાતે અચાનક ભાગી જતા તંત્રમાં દોડધામ

Karnavati 24 News

કચ્છમાં ૪ વર્ષમાં ૪૫ બાળલગ્ન અટકાવાયા : પછાત વર્ગમાં વિશેષ દુષણ જોવા મળ્યા

Karnavati 24 News

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

Karnavati 24 News

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

Admin