Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (ફેઝ-૨) અંતર્ગત રાજકોટ તાલુકાના બેડલા, ડેરોઈ, હડમતીયા (ગો.) ખાતે ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાઓ યોજાઇ.

સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ગુજરાતે સાર્થક કરી દરેક સમાજને વિકાસની રાહ ચીંધી છે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વ મા દેશ વિકાસની રાહ પર આગેકુચ કરી રહ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અનેક પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે અને ખેડૂતોના હિતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે ત્યારે રાજ્યનો સર્વસ્પર્શી અને સર્વવ્યાપી વિકાસ થયેલ છે અને વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્યની ભાજપ સરકાર હર હંમેશ દરેક સમાજની પડખે ઉભી છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસના કાર્યો કાર્યરત છે ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (ફેઝ-૨) અંતર્ગત મંજુર થયેલા રાજકોટ તાલુકાના બેડલા ગામ (૫૮૩ લાખ), ડેરોઈ ગામ (૪૯ લાખ), હડમતીયા (ગોલીડા) ગામ (૧૩૪ લાખ) અંતર્ગત રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ. આ ગ્રામ સભામાં પ્રમુખશ્રી અધ્યક્ષસ્થાને યોજનાકીય માહિતીઓ આપવામાં આવી અને ગ્રામજનોના વિવિધ પ્રશ્નો સાંભળી તેમનો નિકાલ કરવા સંબધિત વિભાગોમાં પ્રમુખશ્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવી. તેમજ શ્રી ભૂપતભાઈ બોદર તેમજ નોડલ ઓફિસર દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે તેમજ આ યોજના અંતર્ગત થઇ શકે તેવા સામૂહિક તથા વ્યક્તિગત કામો અંગે માર્ગદર્શન તથા માહિતી આપવામાં આવી તેમજ આ તકે શ્રી ભૂપતભાઈ બોદર એ ઉપસ્થિત તલાટી મંત્રીઓને કેન્દ્ર અને ભાજપની જનહિતકારી યોજનાઓનો લાભ સર્વે ગ્રામજનોને મહત્તમ રીતે મળે તે માટે સતત કાર્યરત રહેવા હાકલ કરી હતી. આ પ્રસંગે ગ્રામસભામાં શ્રી કેયુરભાઈ ઢોલરીયા, નોડલ ઓફિસર ધર્મેન્દ્ર આર. પરમાર, ઈજનેર રજનીકાંત એલ. શીશાંગીયા, રમેશ બી. વેજીયા (એગ્રી), બેડલા સરપંચશ્રી અજયભાઈ સોરાણી, ડેરોઈ સરપંચશ્રી ચમનભાઈ સોજીત્રા, હડમતિયા (ગો.) સરપંચશ્રી પ્રભાતભાઈ હેરભા, શ્રી માધવભાઈ પાનસુરીયા, શ્રી ભરતભાઈ જલુ, શ્રી કિશોરભાઈ આટકોટીયા, શ્રી જેસિંગભાઈ હુંબલ, શ્રી વિશાલભાઈ ડાંગર, શ્રી નીર્મલભાઈ બકુતરા, શ્રી મનસુખભાઈ કાકડિયા, શ્રી કરશનભાઈ ડાંગર, શ્રી શામજીભાઈ હીરપરા, શ્રી લખમણભાઈ પાનસુરીયા, શ્રી ભીખુભાઈ હુંબલ, શ્રી વાસુરભાઈ હેરભા, શ્રી સુભાષભાઈ હીરપરા, શ્રી અશોકભાઈ હીરપરા, શ્રી હસમુખભાઈ હીરપરા, શ્રી ગોરધનભાઈ ડોબરિયા, શ્રી નાથાભાઈ હાપલીયા, શ્રી વિક્રમભાઈ હુંબલ, શ્રી અશોકભાઈ હીરપરા, શ્રી પરબતભાઈ ડાંગર, શ્રી ચિરાગભાઈ ડાંગર, શ્રી જગદીશભાઈ પાનસુરીયા, શ્રી જેસિંગભાઈ ડાંગર, બેડલા શ્રી ધનાભાઇ રાઠોડ, શ્રી શૈલેષભાઈ સોચા, શ્રી સુરેશભાઈ સાકરિયા, શ્રી દિનેશભાઈ ગોહેલ, શ્રી ધીરુભાઈ કુમરખાણીયા, શ્રી કિશોરભાઈ બોદર, શ્રી પ્રાગજીભાઈ બોદર, શ્રી હરિભાઈ બોદર, શ્રી હેમંતભાઈ મકવાણા,શ્રી નારણભાઈ ગોવાણી, શ્રી અશોકભાઈ મકવાણા, શ્રી અરવિંદભાઈ રાઠોડ તેમજ આગેવાનશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

Karnavati 24 News

PM મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે સાબર ડેરીના નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે.

Karnavati 24 News

New Born Babyને ઇન્ફેક્શનથી બચાવવા ફોલો કરો આ ટિપ્સ, ક્યારે નહિં જવું પડે દવાખાને

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin
Translate »