Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વેરાવળના આંબલિયાળા ફાયરીંગ પ્રકરણમાં આરોપીની માતા સાથે ફરીયાદીને અનૈતિક સંબંધ હોવાથી મારી નાંખવાના ઈરાદે ઘટનાને અંજામ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો

વેરાવળના આંબલિયાળા ગામે આધેડ ઉપર થયેલ ખાનગી ફાયરીંગ મામલે ગણતરીના કલાકોમાં જ પોલીસે હરિયાણાના ફરીદાબાદથી પકડાયેલ આરોપીની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં આરોપીની માતા સાથે ઇજાગ્રસ્ત એવા ફરિયાદી આધેડને અનૈતિક સંબંધ હોવાના કારણે તેના ઘરમાં ઝગડા થતા હોવાથી તેમને ખતમ કરવા તૈયારી સાથે આવી ફાયરીંગ કર્યાનો ખુલાસો થયો છે. આ મામલો ઉકેલવામાં પોલીસને નેત્રમ શાખાના સીસીટીવી ફુટેજો મહત્વપૂર્ણ બન્યા છે. આ મામલે પત્રકાર પરીષદમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ચાર દિવસ પૂર્વે તા.7 ના રોજ તાંતીવેલાથી આંબલીયાળા જતા રસ્તા ઉપર નગાભાઇ બામણીયા નામના આધેડ ઉપર બાઈકમાં હેલ્મેટ પહેરી આવેલા એક શખ્સે એક રાઉન્ડ ફાયરીંગ કરી નાસી ગયેલ હતો. બાદમાં ઇજાગ્રસ્ત આધેડને વેરાવળ ખાનગી હોસ્પીટલમાંથી રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો. આ ફાયરીંગના બનાવથી પંથકમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. જ્યારે આધેડ નગાભાઈએ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે ફાયરીંગ કરનાર શખ્સની શોધખોળ માટે એલસીબીના પીઆઈ એ.એસ.ચાવડા, એસઓજી પીઆઈ એ.બી.જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટીમોએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસની ટીમોએ નેત્રમ હેઠળ લાગેલ સી.સી.ટી.વી. ના ફુટેજો તપાસતા ફાયરીંગ કરી નાસી જનાર શખ્સની એફ.ઝેડ. મોટરસાઈકલ અને તેના નંબર જી.જે.25 એ.સી.9103 ની માહિતી મળી હતી. જે વેરીફાઈ કરી તપાસ આગળ વધારતા અંગત બાતમીદારો પાસેથી અને ટેકનીકલ સર્વેલન્સ.મારફત માહિતી મળેલ કે આરોપી શખ્સ દિલ્હી – હરિયાણા તરફ નાસી ગયેલ છે. જેના આધારે સ્ટાફના રામદેવસિંહ જાડેજા, નરેન્દ્ર પટાટ, અજીતસિંહ સહિતનાની ટીમને તપાસ અર્થે હરિયાણા રવાના કરાયેલ હતા. બાદમાં મોડીરાત્રીના હરિયાણાના ફરીદાબાદની એક હોટલમાંથી ફાયરીંગ કરનાર આરોપી સુખદેવ ભુપતભાઈ ઓડેદરા (ઉ.વ.27) ને ઝડપી લીધો હતો. બાદમાં ગતરાત્રીના અત્રે વેરાવળ લઈ આવવામાં આવેલ હતો. આ ફાયરીંગ કરવા અંગે પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, આરોપી સુખદેવની માતા ફરીયાદી નગાભાઈની સાથે સંપર્કમાં હોવાના કારણે તેના ઘરમાં અવાર નવાર ઉગ્ર વાતાવરણ થતુ હતુ. જે બાબતથી કંટાળી જઈ આરોપીએ ફરીયાદીને મારવાનું નકકી કર્યુ હતુ. તેના માટે ફરીદાબાદથી દેશી બનાવટનું હથીયાર આરોપી સાથે લાવ્યો હતો. અત્રે હોટલમાં એક દિવસ રોકાઈને ઘટનાને એક દિવસ અગાઉ રેકી પણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મારી નાંખવાના ઇરાદે ફાયરીંગની ઘટનાને અંજામ આપ્યાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે. વધુમાં આરોપી સુખદેવ ઓડેદરા મૂળ ગામ વનાણા, તા.રાણાવાવ, જી.પોરબંદરનો અને હાલ હરિયાણાના ફરીદાબાદ ખાતે રહેતો હતો. હાલ ફાયરીંગ કરનાર હથિયાર કબ્જે કરવા તથા પુરાવાઓ એકત્ર કરવા માટે આરોપીને પ્રભાસપાટણ પોલીસને સોંપવામાં આવેલ છે. પંથકમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં મોટો ઘટસ્ફોટ થતા અનેક સવાલો લોકોના મનમાં ઉઠ્યા છે. તો આવી બદલો લેવા માટે ફાયરીંગની ઘટના પ્રથમ વખત ગીર સોમનાથ જિલ્લામાં બની હોવાની જાણકારોમાં ચર્ચા થઈ રહી છે.

संबंधित पोस्ट

ट्रेलर ने वैन को मारी टक्कर, रामदेवरा से दर्शन कर लौट रहे काका-भतीजे समेत तीन की मौत

Karnavati 24 News

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

Admin

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

Admin

સગા ભાઈએ બહેનની હત્યાનો કર્યો પ્રયાસ, ભાઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્ષેપ

Admin

कलयुगी पत्नी ने पति को करंट लगाकर तड़पा तड़पा कर मारा

Admin

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News
Translate »