Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

કોડીનાર તાલુકા ના જંત્રlખડી ગામે હૈયું હચમચાવી ક્રૂર ઘટના …આઠ વર્ષ ની બાળકી ઉપર બળાત્કાર કર્યા બાદ નિર્માણ હત્યા.

.એસ.પી.પરમારસlહેબ ઘટના સ્થળે પહોંચ્યા..ગામલોકો માં ભારે રોષ ની લાગણી…
ડોળાસા તા.12,કોડીનાર તાલુકા ના નાના એવા જાંત્રાખડી ગામ માં એવી ભયાનક ઘટના બની કે આ હકીકત જાણી હૈયું હચમચી ઉઠે .. માત્ર આઠ વર્ષ ની કુમળી વય ની બાળા ઉપર એક નરાધમે બળાત્કાર કરી.. હત્યા કરી લાશ ને ગામ ના ઝાપા ની અવાવરૂ જગ્યા માં ફેંકી દીધી હતી.સમગ્ર ઘટના માનવ જાત ઉપર લાંછન રૂપ છે..ગામ ના લોકો ભારે રોષ વ્યાપી ગયો છે.આ ઘટના ની ગંભીરતા સમજી ગીર સોમનાથ એસ.પી.પરમાર સાહેબ ખુદ ઘટના સ્થળે પહોંચ્યા હતા.આ પહેલા ડી. વાય.એસ.પી.ઓમ પ્રકાશ જાટ પણ જંત્રાખાડી ગામ ની મુલાકાત લીધી હતી.
સમગ્ર ગુજરાત માં સનસનાટી મચાવી છે. તે ઘટના ની વિગત એવી છે.કે કોડીનાર તાલુકા ના જાંત્રખાડી ગામ ના કૌશિકગીરી ઇસ્વર્ગીરી મેઘનાથી.મુંબઈ મુકામે દરજી કામ કરે છે.તેમના પત્ની જયશ્રી બેન મજૂરી કામ કરે ..તેમના પરિવાર માં પુત્ર આર્યન અને એક આઠ વર્ષ ની દીકરી નો સમાવેશ થાય છે. જય શ્રી બેન આજે ઘેરે હતા.અને ગામ માં રામ રોટી લેવા ગયા ત્યારે સવાર નાં આશરે દસ વાગ્યા હતા.તે સમયે પડોસી એ આ માસૂમ દીકરી ને ગામ માંથી સેવ લેવા મોકલી હતી.તે હતી . ત્યારે રસ્તા માં આરોપી શામજી ભિમાં સોલંકી નું ઘર આવે છે.શામજી એ પણ આ દીકરી ને પૈસા આંપી તેમના માટે બીડી બાકસ મંગાવ્યા હતા. બજાર માં થી આ વસ્તુ લઈ આરોપી ના ઘર પાસે પહોંચી ત્યારે આરોપી શામજી ઘર માં હતો.તો આ બાળા બીડી બાકસ દેવા ઘરમાં ગઈ હતી.જ્યાં ઘર માં આરોપી એકલો હતો.આ સમયે આ માસૂમ બાળા ને જોતા આ શખ્સ હેવાન બની ગયો .બાળા ને ઘર માં ખેચી દરવાજો બંધ કરી આ માસૂમ બાળા ઉપર અધમ કૃત્ય આચર્યું બાદ માં કોઈ ને જાણ ન થાય તેમ માની આ બાળા ની નીરમમ હત્યા કરી નાખી ત્યારે બપોર નાં અગિયાર વાગ્યા હશે એટલુજ નહિ આ નરાધમ આ બાળા ની લાશ ને કોથળા માં ભરી જન્ત્રાખડી 66 કે.વી.ની સામે પાળા ની પાછળ આવાવરું જગ્યા માં ફેંકી દીધી .અને ઘેરે જઈ નિરાતે સૂઈ ગયો.
બીજી તરફ જયશ્રીબેન રlમરોટી લઈ ઘેરે આવ્યા અને દીકરી ને નહિ જોતા આડોસ પડોસ માં તપાસ કરતા જાણવા મળ્યું કે સેવ લેવા મોકલી હતી પણ હજુ આવી નથી.તુરત શોધ ખોળ શરૂ થઈ અને થોડીવાર માં જ ખબર પડી ગઈ કે આ બાળા ની લાશ 66 કે.વી.સામે પડી છે.


જાણવા મળ્યા મુજબ આરોપી શામજી માચ્છીમારી નો વ્યવસાય કરે છે.અને પરણિત છે બે સંતાનો નો બાપ છે.પણ દારૂ પી ઘર માં ધમાલ કરતો હોવાથી તેના પત્ની કેટલાક સમય થી રિસામણે છે.
આ ઘટનાની ગામ લોકો એ કોડીનાર પોલીસ માં જાણ કરતા તુરત કોડીનાર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી .બનાવ ની ગંભીરતા સમજી ડી.એસ.પી.ઓમ પ્રકાશ જાટ પણ તપાસ માં જડાયા ..પાંચ નામુ કરી લાશ ને કોડીનાર પી.એમ.માટે લઈ જવાઈ જ્યાં આ મામલો અતિ ગંભીર હોય જામનગર ખાતે પેનલ પી.એમ.કરાવવા નું નક્કી થયું છે.આ દરમ્યાન પોલીસે આરોપી ને તેના ઘર માં થી દબોચી લીધો છે.જાણવા મળ્યું છે.કેટલાક પુરાવા ઓ ઘર માંથી મળે તેમ હોવાથી આરોપી નું ઘર સિલ કરી દેવાયુ છે. ફોરેન્સિક ટીમ આ ઘર માં થી પુરાવાઓ એકત્ર કરશે.
મામલો એટલી ગંભીર છે કે ખુદ એસ.પી. શ્રી પરમાર સાહેબ સાંજે જંત્રાખડિ ગામ ની મુલાકાત લીધી છે .પોલીસ ની ઉમદા કામગીરી થી જંત્રlખડી ગામ ના લોકો સંતુષ્ઠ છે….અને આરોપી ને દાખલા રૂપ કડક માં કડક સજા ગણતરી ના દિવસો ના અપાય તેવી માંગ ઉઠી છે.

संबंधित पोस्ट

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામના ઘૂંટીયા ગામના નરાધમે 19 વર્ષીય યુવતીને મોટરસાયકલ પર બેસાડી નજીકના અંબા ગામના જંગલમાં લઈ જઈ યુવતી ઉપર બળજબરીપૂર્વક પાશવી બળાત્કાર ગુજાર્યાંનું જાણવા મળેલ છે.

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

સુરત : માંડવીના બલાલતીર્થથી પશુઓ ભરેલી ટ્રક પકડાય : 13 ભેંસો ખીચોખીચ ભરી હતી

Admin

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

Karnavati 24 News

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

परिवीक्षा अधिकारी हेमंत पाटीदार को 20 हज़ार की रिश्वत लेते रंगे हाथों पकड़ा

Admin
Translate »