Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસો થી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફ થી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા હતા.
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા તરફ થી કેન્દ્ર સરકારમાં સતત કરવામાં આવેલ રજુઆત અને પ્રયાસોના ફળસ્વરૂપે વર્ષ : 2017-18 ના રેલ બજેટમાં (1) ખીજડિયા-વિસાવદર (2) વિસાવદર-જૂનાગઢ અને (3) વિસાવદર-તાલાળા-વેરાવળ મીટરગેજ રેલ લાઈનોને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની મંજૂરી મળ્યા બાદ રેલ વિભાગ તરફ થી DPR બનાવી તેની દરખાસ્ત રેલવે બોર્ડને સોંપાઈ ગયેલ હતી. પરંતુ આ લાઈનો ગીર ફોરેસ્ટ માંથી પસાર થતી હોવાને લીધે વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સ (NOC) ન મળવાને લીધે આ તમામ કામોને રેલવે બોર્ડ તરફ થી લો-પ્રાયોરિટીમાં રાખવામાં આવ્યા હતા.

જે અન્યવે સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને રેલવે બોર્ડને સમયાંતરે કરવામાં આવેલ રજૂઆતોના અનુસંધાને ગત તા. 03.03.2022 ના રોજ માન. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને મળેલ રેલ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સાંસદએ આ તમામ પ્રોજેક્ટ્સને લો-પ્રાયોરિટી માંથી દૂર કરી હાઈ-પ્રાયોરિટીમાં લેવાનો નિર્ણય કરાવેલ હતો.
જે અંગે રેલવે બોર્ડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વ પ્રોજેકટ મોનીટરિંગ વિકાસ કુમાર જૈન દ્વારા તા. 04.03.2022 થી સાંસદ નારણભાઈ કાછડીયાને જાણ પણ કરવામાં આવેલ છે. અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોને લોકસભા ગૃહ સુધી વાચા આપવા માટે હંમેશા તત્પર એવા સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોને લીધે હવે આગામી ટુક સમયમાં આ તમામ પ્રોજેક્ટ્સની પેન્ડિંગ પડેલ કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે….

संबंधित पोस्ट

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

Karnavati 24 News

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

Gold Rate on 30 July: सोने की कीमतों में बढ़त, चांदी में आई जबरदस्त गिरावट, जानिए भाव

Admin

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહ કેમ ટ્રેન્ડમાં છે?

Karnavati 24 News

શિવસેના જ નહીં પણ દેશનું લોકતંત્રનું ભવિષ્ય પણ દાવ પર : ઉદ્ધવ ઠાકરે

Admin