સુરેન્દ્રનગર પોલીસ તાલીમ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉંજવણી અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.. આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પોલીસ તાલીમ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેઓની ફરજ દરમ્યાનની સારી કામગીરી બદલ મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કર્યા હતા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમીત્તે બાળકો, મહિલાઓ, સ્કુલ કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓની સુરક્ષા માટે SHE TEAM ની રચના કરવામાં આવેલ હતી. જેને સક્રિય કરી સરકારી વાહન, ટુ વ્હીલરોની ફાળવણી કરવામાં આવી હતી તેમજ સુરેન્દ્રનગર જીલ્લાની શાળા કોલેજોને આવરી લેતા પેટ્રોલીંગ રૂટ નકકી કરી આ રૂટ ઉપર SHE TEAM દ્વારા બાળકો, મહિલાઓ, સીનીયર સીટીઝનોની સુરક્ષા અર્થ શાળાઓ, મહિલા કોલેજો, હોસ્ટેલ, માર્કેટ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન તથા અવાવરૂ જગ્યાએ દર રોજ સવારના ૦૭.૦૦ થી રાતના ૧૧.૦૦ સુધી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખી મહિલાઓની સુરક્ષા અર્થે અસરકારક કાર્યવાહી કરી હતી
