



રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના કેસ જોવા મળી રહ્યા છે અને કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ જ પીએમ મોદીની અપીલ માનતા નથી. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નગરપાલિકા અને યુવા ભાજપ દ્વારા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેમાં લોકગાયક માયાભાઇ આહિર સહિતના લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર કોરોનાના નિયમોનો ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશ ને અપીલ કરે છે માસ્ક પહેરો સોશયલ ડિસ્ટન્સ જાળવો અને સતર્ક રહો પરંતુ તેમના ભાજપના નેતા ઓ નિયમો તોડી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી થી લઈ મંત્રી ઓ ભાજપના હોદેદારો સતત નિયમો તોડી રહ્યા છે
જાફરાબાદ શહેરમા ક્રિકેટ નાઈટ ટુનામેન્ટ નું આયોજન નગરપાલિકા અને યુવા ભાજપના સંયુક્ત રીતે સહકારથી આયોજન કરાયુ હતુ અંતિમ દિવસે યુવા ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સિંગ,પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશ દેસાઈ, અમરેલીના સાંસદ નારણ કાછડીયા,લોક સાહિત્યકાર માયાભાઈ આહીર,અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા,જિલા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ,નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ સરમણ બારૈયા,સહિત ભાજપના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વચ્ચે ગ્રાઉન્ડ વચ્ચે માસ્ક વગર સોશયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર નિયમો તોડતા જોવા મળ્યા હતા
સૌવથી વધુ ગુજરાતમાં નેતા ઓ નોયમો તોડે છે
રાજય સરકારની કોરોના ગાઈડ લાઈન ના નિયમો સૌવથી વધુ રાજનેતા ઓ તોડી રહ્યા છે હાલમાં કોરોના અને ઓમિક્રોન નું સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે નેતા ઓ દ્વારા મોટી ભીડ એકઠી કરી રહ્યા છે અને કાર્યક્રમો યોજાય રહ્યા છે તંત્ર અને પોલીસ વિભાગ તમાશો જોય રહયુ છે આમ સામાન્ય નાગરિકો નિયમો તોડે તો પોલીસ તંત્ર તુરંત દંડ ફટકારે છે જ્યારે નેતા ઓ કાર્યક્રમ યોજે તો કેમ કોઈ કાર્યવાહી નહિ?