TMC ના સાંસદ મહુવા મોઇત્રા દ્વારા જૈન સમાજ પર કરવમાં આવેલ ટીપણી ના વીરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ પણ જૈન સમાજને સમર્થન આપ્યું પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યુ હતું કે, પરિવાર કે જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને માં અમદાવાદની ગલીઓમાં કબાબ અને નોનવેજ ખાય છે. સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદનના વિરોધમાં ભરૂચ જૈન સમાજ દ્વારા આજરોજ 11 કલાકે શક્તિનગર મેદાનમાં આવેલ જૈન મંદિર ખાતે થી કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા સમાહર્તા ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. ટી.એમ.સી. સાંસદના આવા વાહિયાત નિવેદન બાબતે જૈન સમાજની લાગણીઓ દુભાઈ છે અને જૈન સમાજ નું ઘોર અપમાન થયેલ છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નગર પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રકાશભાઈ પટેલ, નિશાંતભાઈ મોદી, પાલિકા પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દીપકભાઈ મિસ્ત્રી, હેમુબેન પટેલ, તેમજ જૈન એલર્ટ ગૃપ આમોદ તેમજ ભરૂચના રાજેશભાઈ શાહ, નરેશભાઈ શાહ, લોકેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં ભરૂચ ભાજપાના નગર સેવકો, બંને સમાજના હોદ્દેદારો કલેકટર કચેરી ખાતે વિરોધ દર્શાવી ટી.એમ.સી. સાંસદ માહુઆ મોઈત્રા માફી માંગે અને સાંસદ પદેથી રાજીનામું આપે એવી માંગણી કરી હતી.
previous post