Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 સેલવાસમાં લોનના નામે 30,000ની છેતરપીંડી કરનાર આરોપીની બિહારથી ધરપકડ

દાનહના અથાલમાં રહેતા જયપ્રકાશ શ્રીરામએ 02માર્ચ 2020ના રોજ મધ્યપ્રદેશની એચડીએફસી બેંકમા ઓનલાઇન પર્સનલ લોન માટે અરજી કરી હતી.એ જ સમયે એમને લોન આપવા માટે ફોન આવ્યો હતો. જેણે રિલાયન્સ ફાઇનાન્સ મુંબઇનો કર્મચારી હોવાનું જણાવ્યું હતુ અને અરજી કરવા માટે એક લીન્ક મોકલાવી હતી. જેથી આપેલા નિર્દેશ મુજબ ફરિયાદીએ 30 હજાર રૂપિયા પંજાબ નેશનલ બેંક પટના શાખાના ખાતામાં જમા કરાવી દીધા હતા. લોન માટે જે અરજી કરી હતી એ પાસ ન થતા ફરિયાદીએ રિલાયન્સ ફાયનાન્સની ઓફિસની તપાસ કરી પણ તેવી કોઈ જ ઓફિસ ના હોવાનુ જાણવા મળ્યુ હતું.

ફરિયાદના આધારે પોલીસે આઈપીસી 420, 34 મુજબ ગુનો નોંધી એસપીના નિર્દેશ અનુસાર પીએસઆઇ જીગ્નેશ પટેલ, અને એમની ટીમે તપાસ હાથ ધરી પટના બિહાર ખાતે ગયા હતા અને ત્યાં ખાતાધારકની માહિતી મેળવી આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાને પકડી પાડી સેલવાસ લાવ્યા હતા. જેની વધુ તપાસમાં તેણે અલગ અલગ કેસોમા છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યુ હતું.

આરોપીએ પંજાબ નેશનલ બેંક ઓફ પટના શાખામા શાળામાં ભણતા છોકરાના નામે છેતરપિંડી કરવાના ઈરાદાથી ખાતુ ખોલાવ્યુ હતુ અને વિવિધ જગ્યાએ એટીએમ અને પાસબુક સંચાલિત કરતો હતો. જેમાં તેના અન્ય સાથીદાર સાથે મળી જનતાને અલગ અલગ બહાનુ બનાવી છેતરપિંડી કરી કમાણી કરી ખાતામા પૈસા જમા કરતો હતો.

આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા 23 ડિસેમ્બર સુધી પીસીઆર કસ્ટડી આપવામા આવી છે. તેમજ ખાતાધારક જે કિશોર વયનો છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે.

संबंधित पोस्ट

રાજકોટમાં પૈસાની લેતી દેતી વખતે કારમાં સવાર શખ્સોએ યુવકને મારમાર્યો: યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ

Admin

નરોડામાં ગાય અડફેટે આવતા યુવકનું સારવાર દરમિયાન મોત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

 જૂનાગઢના શીલની સીમ માં દિન-દહાડે મકાનની બારી તોડી ૧.૩૦ લાખની ચોરી

Karnavati 24 News

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

Admin

 જામનગરમાં વરલીના આકડા લેતો એક સખ્સ પકડાયો, નામચીન સખ્સની સંડોવણી ખુલી

Karnavati 24 News

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો

Admin