બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા હરાજીનું આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં કરશે. બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ આ જાણકારી આપી છે.
આ આઇપીએલની અંતિમ મેગા હરાજી હોઇ શકે છે કારણ કે મોટાભાગની મૂળ આઇપીએલ ટીમ હવે તેને બંધ કરવા માંગે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યુ, કોરોના મહામારીને કારણે સ્થિતિ ખરાબ નહી થવાની દશામાં આઇપીએલની મેગા હરાજી ભારતમાં યોજાશે. બે દિવસીય હરાજી સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે, જેની તૈયારી ચાલી રહી છે.
એવા સમાચાર હતા કે હરાજી યૂએઇમાં યોજાશે પરંતુ બીસીસીઆઇની આવી કોઇ યોજના નથી. કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટના કેસ વધવાની દશામાં વિદેશ યાત્રાને લઇને પ્રતિબંધ હોઇ શકે છે જેનાથી ભઆરતમાં તેને કરાવવુ આસાન હશે. આ વર્ષે આઇપીએલમાં 10 ટીમ હશે. લખનઉં અને અમદાવાદની નવી ટીમ જોડાઇ ગઇ છે. બન્ને ટીમ પાસે ડ્રાફ્ટમાંથી પસંદ કરવા માટેના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવાનો ક્રિસમસ સુધીનો સમય છે. બીસીસીઆઇ તેમણે વધારાનો સમય આપી શકે છે.
મોટાભાગની ટીમનું માનવુ છે કે દર ત્રણ વર્ષમાં હરાજી થવા પર ટીમ કોમ્બિનેશન બગડી જાય છે. દિલ્હી કેપિટલ્સના કો ઓનર પાર્થ જિંદલે કહ્યુ હતુ કે ટીમ બનાવવામાં એટલી મહેનત કર્યા બાદ ખેલાડીઓને ફારિંગ કરવા ઘણા કઠિન હોય છે.