Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અનડીટેકટ ચોરી ( ચીલઝડપ ) ના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ અનડીટેકટ ચોરી ( ચીલઝડપ ) ના ગુન્હાઓ ડીટેકટ કરી

આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એલ.રાઠોડ સાહેબ તથા સર્વેલન્સ ટીમ દ્વારા અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

નાથાભાઇ ચોથાભાઇ આલગોતર ( ભરવાડ ) ઉ.વ ૬૫ ધંધો ખેતી તથા માલઢોર રહે.નાળ તા.સાવરકુંડલા જિ.અમરેલી વાળા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સીંગ ( મગફ્ળી ) નુ વેચાણ કરી સાવરકુંડલા બસ સ્ટેશન પાસે ઉભા હતા તેવામાં અજાણ્યા બે પુરૂષ તથા એક સ્ત્રી એક લીલા પીળા કલરની મોટી ઓટો રીક્ષા લઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીને રીક્ષામાં બેસી જવા કહી પોતે પણ બેન્કના કામે જતા હોવાનુ જણાવી ફરીયાદી પાસે બેસેલ અજાણ્યા માણસે ચાલુ રીક્ષાએ ઉધરસ ખાઇ બે ત્રણ ધકકા મારી ફરીયાદીએ પહેરેલ કડીયાના નીચે ખમીસ ( બાંડીયુ ) ના ગજવામાં રાખેલ રોકડા રૂ .૫૫૯૨૦ / – તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન જેની કી.રૂ .૩૦૦૦ / – હોય જે કોથળીમાં રાખેલ હતા તે અજાણ્યા માણસે આંચકી ઝુંટવી લઇ રીક્ષામાથી ધકકો મારી ઉતારી રીક્ષા લઇ નાસી જઇ ગુન્હો કરેલ હોય જે અંગે બે અજાણ્યા પુરૂષો તથા એક અજાણી સ્ત્રી ઇસમ વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૨૨૨૮૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ૩,૧૧૪ મુજબ નો ગુન્હો રજી . થયેલ

संबंधित पोस्ट

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

નોટ ડબિંગ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશઃ પોલીસે 5 લોકોની ધરપકડ કરી, એક સ્વિફ્ટ કાર પણ મળી આવી

Karnavati 24 News

વડોદરા: લોકોને લોભામણી સ્કીમમાં રોકાણ કરાવી 39 લાખ લઈ પોર્ટુગલ ભાગી જનારો માસ્ટર માઇન્ડ 5 વર્ષે ઝડપાયો

Karnavati 24 News

જૂનાગઢના માખિયાળામાં ટ્રસ્ટની ઓફિસના તાળા તોડીને સાહિત્યની ચોરી કરનાર 12 ઈસમો સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

જૂનાગઢમાં યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

Karnavati 24 News
Translate »