Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો

ભિલોડા તાલુકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગે છે છાશવારે મારામારી, હત્યા તેમજ લૂંટ જેવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ભિલોડાના કડવથમાં રાત્રે નવરાત્રિ જોવા ગયેલી પહાડિયાની મહિલાની છેડતી કરી બે શખ્સોએ તેના પતિને ચપ્પું પેટના અને હાથના ભાગે મારી 60હજારના સોનાનો દોરો ઝૂંટવી લેતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ભિલોડાના પહાડિયામાં રહેતું દંપતી કાર લઈ કડવથમાં નવરાત્રિ જોવા ગયું હતું. ત્યારે બે બે શખ્સો કંઈક બોલતા હતા. તે દરમિયાન ગાડીનો કાચ ખુલ્લો કરીને પૂછતાં તમે શું કહેવા માગો છો ત્યારે જગદીશ પારગી મહિલાનો હાથ પકડી બિભત્સ વર્તન કરતાં મહિલાનો પતિ આમ કેમ કરો છો કહેવા જતાં બે શખ્સોએ ગડદાપાટુનો માર મારીને જગદીશ પારઘી એ તેના હાથમાં રહેલું ચપ્પુ મહિલાના પતિના પેટમાં અને હાથના ભાગે મારી નેઇજાઓ કરી ગળામાં પહેરેલો

રૂ. 60 હજારનો સોનાનો દોરો ઝૂંટવી લઈ બન્ને શખ્સો ભાગી છૂટ્યા હતા. આ અંગે પરમજીત કુમાર નારાયણભાઈ ભોઈ રહે. પહાડિયા તા. ભિલોડાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જગદીશ ભાઈ મનજીભાઈ પારગીઅને પીન્ટુ મનજીભાઈ પારગી બંને રહે કડવથ તા. ભિલોડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી

જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી

Karnavati 24 News

જૂનાગઢના સરદારબાગ નજીક ગૃહંકાસ અને નબળી આર્થિક હાલત થી કંટાળી યુવકનો આપઘાત

Karnavati 24 News

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

Karnavati 24 News

अदालत में, आफताब पूनावाला ने श्रद्धा वाकर की हत्या करना स्वीकार नहीं किया।

Admin

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

Karnavati 24 News
Translate »