વાંકાનેર શહેરના ચંદ્રપુર નજીક બોલેરો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈકચાલક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો અને અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના ચંદ્ર્પુર ભાટિયા સોસાયટીમાં રહેતા પ્રિયાંકભાઈ પંકજભાઈ રાવલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૨૫-૧૧ ના રોજ તે પોતાનું બાઈક જીજે ૩૬ એ ૪૯૫૯ લઈને ચંદ્રપુર મીસરી હોટલ પાસેથી જતા હોય ત્યારે બોલેરો કાર જીજે ૦૩ એફડી ૮૦૩૭ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને બાઈક સહીત યુવાનને ફંગોળી નાખતા ફરિયાદી પ્રિયાંક રાવલને ઈજા પહોંચી હતી જે અકસ્માતમાં યુવાનને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને સારવાર બાદ યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે