Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જાહેરમાં ફાયરિંગ કરનાર યુવકનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ: ફાયરિંગ કરનાર શખ્શની ધરપકડ

આજકાલના યુવાનોને સોશિયલ મીડિયાનું ઘેલછા ચડ્યું છે. લોકો સોશિયલ મીડિયામાં વિડિયો બનાવને વાયરલ કરવા ગમે તે કરી બેસે છે પછી તેની મોટી સજા ભોગવવી પડે છે. તેવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં યુવક તહેવાર પર માનવ મહેરામણ વચ્ચે પર ગનથી એક રાઉન્ડ ફાયરિંગ કરે છે. આ વિડિયો વાયરલ થતાં પોલીસે યુવક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. મળતી વિગત અનુસાર રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જાહેરમાં એક શખસે પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં તહેવાર પર માનવમેદની વચ્ચે એક રાઉન્ડ ફાયરિંગ કરતાં લોકોમાં ફફડાટ મચી જવા પામી હતી.વિડિયો આધારે પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં ફાયરીંગનો એક વીડિયો વાઇરલ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફાયરિંગ કરનાર શખસની ધરપકડ કરી છે. તેમજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી નિમિત્તે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફાયરિંગ કરનાર જીવણ નાગજીભાઈ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે ફાયરિંગ જેમાંથી થયું તે પિસ્તોલ લાયસન્સવાળી છે અને તે દિનેશ ઉર્ફે વિરમ ગોલતરની છે.તેમ જાણવા મળ્યું હતું.દિનેશે જીવણને ફાયરિંગ કરવા પિસ્તોલ આપી વીડિયોમાં જોવા મળ્યું હતું. આથી બી ડિવિઝન પોલીસે દિનેશ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જીવણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

કુંભારવાડામાં હાથકાપનો જુગાર રમતા 7 ગેમ્બલર સકંજામાં સપડાઇ ગયા હતા

કાલાવડની ભાગોળે વાહનમાં લાકડાના ધોકા સાથે નીકળતા ચાલક સામે કાર્યવાહી

Karnavati 24 News

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

જેસર તાલુકા ઝડકલા ગામની વાડી વિસ્તારમાં હારજીતની જુગારની બાજી માંડી બેસેલા મહુવા, જેસર અને તળાજાના ચાર શખ્સને જેસર પોલીસે

Admin

कलयुगी पत्नी ने पति को करंट लगाकर तड़पा तड़पा कर मारा

Admin

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News
Translate »