કંડલા : દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ જસ્ટિસ કૃષ્ણમુરારીએ બુધવારે દેશના મહત્વના બંદરગાહ દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી હતી. કંડલા બંદરગાહ પર સીઆઈએસએફ દ્વારા જસ્ટિસ ક્રુષ્ણમુરારીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોર્ટની વિવિધ ગતિવિધિઓથી વાકેફ કરાવાયા હતા. બંદર ઉપરાંત જસ્ટિસ ક્રુષ્ણમુરારીને વોટરફ્રન્ટ, નેવિગેશન ચેનલ તેમજ માળખાગત સુવિધાઓ દર્શાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.