આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ જિલ્લાના ઝાલણસરમા રહેતા અને પેટ્રોલ પંપ ધરાવતા વૃદ્ધ રાજસીભાઈ ઉકાભાઇ ડોડીયા ઉંમર વર્ષ 61 તેઓ ગત સાંજે પેટ્રોલ પંપ પર હાજર બેઠા હતા ત્યારે ઝાલણસરના જમનભાઈ કોયાણી અને તેના પુત્ર રાહુલ કોયાણી અને આશિષ કોયાણી પાઇપ અને વૃક્ષ કાપવાની કાતર સાથે આવ્યા હતા અને રાજસીભાઈને ગાળો આપી હતી ત્યારે રાજસિંભાઈએ ગાળો આપવા ના પાડતા જમનભાઈ અને તેના પુત્રોએ રાજસીભાઈ પર પાઇપ અને ઝાડ કાપવાની કાતર વડે હુમલો કર્યો હતો જેમાં રાજસિંભાઈ ને કપાળ માથામાં અને પગમાં ગંભીર ઈજા થઈ હતી ત્યાર બાદ રાજસીભાઈ ને તેના ભાગીદાર અને તેના માણસે વધુ માર માંથી બચાવ્યા હતા બાદમાં જમનભાઈ અને તેનો પુત્ર પંપે આવીશ તો મારી નાખીશું એવી ધમકી આપી નાસી ગયા હતા રાજસી ભાઈને તેના ભાગીદારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેઓને કપાળમાં ત્રણ ટાંકા આવ્યા હતા. હાથ પગમાં પણ ઈજાઓ થઈ હતી આ અંગે ફરિયાદ થતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ આગળ કાર્યવાહી હાથ ધરી છે
