જૂનાગઢ ના વેપારીઓ 15.80 લાખ નો તેલીબિયાનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર ના ધૂલે શહેરમાં પહોંચાડવા માટે ટ્રકમાં રવાના કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રક ચાલક બારોબાર જથ્થો લઈને જઈને નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જૂનાગઢમાં દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં સંતકૃપા ટ્રેડિંગ નામે અનાજ કઠોળ નો હોલસેલ વેપાર કરતાં સંજયભાઈ વલ્લભભાઈ માવાણી (રહે ઝાંઝરડા રોડ વાલાણી નગર )એ એ ડિવિઝન પોલીસમાં કેતન મૂળજીભાઈ મેંદપરા (પ્રભુ કૃપા ટ્રાન્સપોર્ટ ના માલિક) અને જયેશ માધાભાઈ સારેણા ટ્રક ના માલિક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સંજયભાઈ ની પેઢીમાંથી ગત તારીખ 10 ના રોજ 25275 કિલો તેલીબિયાનો 15,80,898 નો જથ્થો મહારાષ્ટ્રના ધૂલે શહેરમાં ઓમશ્રી એગ્રોટેક પ્રા. લી. માં મોકલાવવા માટે ઉપરોક્ત આરોપીઓને કામ સોપ્યું હતું અને તેમના ટ્રકમાં માલ ભરીને રવાના કરાયા બાદ આજ દિન સુધી તે નિયત સ્થળે ન પહોંચતા અને બારોબર ટ્રક ચાલક નાસી ગયા ની ફરિયાદ નોંધાવી છે આમ અનાજ નો જથ્થો ભરીને ટ્રક ચાલક નાસી જઈ હોલસેલના વેપારી સાથે છેતરપિંડી કરી હતી
