Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને ગુનેગારોને જાણે ખાખીનો થોડો પણ ખોફ ના રહ્યો હોય તે મારામારીના બનાવો અનેક સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં લાપાસરી રોડ પર ગાડી પાર્ક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં બે મહિલાને ઇજા પહોંચી હતી મારામારી કરનાર બંને પક્ષે બે મહિલા સહિત છ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાય છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વેલનાથપરામાં રહેતા હંસાબેન ગેલાભાઈ દાદરેચા નામની 35 વર્ષની પરિણીતા લાપાસરી રોડ પર મચ્છી ખરીદવા ગયા હતા ત્યારે બાઈક પાર્ક કરવા મુદ્દે આરોપી રાજુ કાલીયા, રોહિત કાલીયા અને એક મહિલાએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો જ્યારે વળતા પ્રહારમાં રૂપાબેન રાજુભાઈ કાલીયા નામની 28 વર્ષની પરિણીતા ઉપર હંસાબેન દાદરેચા, ચિરાગ દાદરેચા અને મુકેશ ઉર્ફે મહેશ વાઘેલાએ લાકડી વડે હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી જાહેરમાં મારામારી કરનાર બંને પક્ષોની પોલીસે ફરિયાદ નોધી બે મહિલા સહિત છ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

રાજકોટમાં પૈસાની લેતી દેતી વખતે કારમાં સવાર શખ્સોએ યુવકને મારમાર્યો: યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ

Admin

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

पति ने बेवफाई की तो पत्नी ने रचाई 9 शादियां, बियर बार में पकड़ी गई

Admin

ઈન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના આઠ ફેઈક આઈ. ડી. બનાવી બદનામ કરવા પ્રયાસ

Karnavati 24 News

જામનગર માં સામાન્ય બાબત થી માતા પિતા ને છરી ની અણી બતાવી મારી નાખવાની ધમકિ

Karnavati 24 News

અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Karnavati 24 News
Translate »