પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીના કોઈ અજાણ્યા શખ્સે આઠ-આઠ જેટલા ફેઈક આઈ.ડી. બનાવ્યા હતા, એટલું જ નહીં આ વિદ્યાર્થીનીની વિગતો સાથે ફ્રેન્ડ સર્કલમાં રીક્વેસ્ટ મોકલી બદનામ કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે નરસંગ ટેકરી, રાજીવનગરમાં રહેતી એક ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા શખ્સે આ યુવતીના નામ સાથે એન્જલ અને પ્રિન્સેસ સહિતના શબ્દો સાંકળીને ઈન્સ્ટાગ્રામના આઠ જેટલા ફેઈક આઈ.ડી. બનાવ્યા હતા. એટલું જ નહીં, ઈન્સ્ટાગ્રામની આ આઈ.ડી. માં આ વિદ્યાર્થીનીનું નામ, મોબાઈલ નંબર અને કોલેજનું નામ લખ્યા બાદ આ વિદ્યાર્થીનીના મિત્ર સર્કલમાં જ ફોલોની રીક્વેસ્ટ મોકલી હતી. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીના કોઈ અજાણ્યા શખ્સે આઠ-આઠ જેટલા ફેઈક આઈ.ડી. બનાવ્યા હતા, એટલું જ નહીં આ વિદ્યાર્થીનીની વિગતો સાથે ફ્રેન્ડ સર્કલમાં રીક્વેસ્ટ મોકલી બદનામ કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ રીતે આ વિદ્યાર્થીનીને હેરેસમેન્ટ તેમજ બદનામ કરવા અંગે પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે અને આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
