Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

પાટડીના જૈનાબાદ ગામે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે એ માટે જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો લોક દરબાર યોજાયો

થોડા સમય અગાઉ પાટડીના જૈનાબાદ ગામે માલધારી સમાજના વાડાઓ સળગાવવાના મુદ્દે ગામમાં તંગદિલી સર્જાઇ હતી. આથી જૈનાબાદ ગામે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે એ માટે જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં દરેક સમાજના મળીને આશરે 150 જેટલા લોકોએ હાજરી આપી.

…પાટડી તાલુકાના જૈનાબાદ ગામે થોડા સમય અગાઉ રાત્રિના અંધારામાં માલધારી સમાજના વાડાઓ સળગાવવાના બનાવો સામે આવ્યા હતા. આથી એ સમયે પણ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગામમાં તમામ સમાજના આગેવાનો સાથે મીટિંગ ગોઠવી લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને ફરીથી દસાડા પોલીસ સ્ટેશનમાં આવતાં જૈનાબાદ ગામે સર ઝુંબેદા બેગમ હાઈસ્કૂલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત તથા દસાડા પો.સબ.ઇન્ચાર્જ એચ.એલ.ઠાકર તથા જૈનાબાદ સ્ટેટ ધનરાજબાપુ સહિત ગામના દરેક સમાજના આશરે 150 જેટલા લોકોએ હાજરી આપી હતી. જૈનાબાદ ગામના આગેવાનો સિકંદર બચુભાઇ કુરેશી તથા સાગર મશરૂભાઈ રબારી તથા માવજી પરમાર ( સરપંચ, જૈનાબાદ ) વગેરે સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. તેમજ જૈનાબાદ ગામમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે તેમજ ગામમાં શાંતિપૂર્વક વાતાવરણ બની રહે અને તમામ સમાજના લોકો હળી મળીને રહે તેમ જણાવ્યું હતું. જૈનાબાદ હાઈસ્કૂલમાં જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિતના પોલીસ સ્ટાફ અને ગામ આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ. જૈનાબાદ ગામના લોકોને પોલીસ કોન્સ્ટેબલ રાજુ વણોલે સાયબર અંગે બનતાં ગુનાથી જાગૃતિ કેળવવા સરસ સમજૂતી આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

Karnavati 24 News

પેથાપુરના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પર બળાત્કાર ગુજાર્યો .

Admin

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

અરવલ્લીની વાત્રક હોસ્પિટલમાં 100 બેડ, આઇસીયું, લેબોરેટરી, મેડિસિન અને ઓક્સિજન પ્લાન્ટની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ

Admin

૩૧મી ડિસેમ્બરની સાંજે થનારી પાર્ટીઓ પર મુંબઈ પોલીસની કડક નજર રહેશે

Admin

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin