Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જામનગર માં સામાન્ય બાબત થી માતા પિતા ને છરી ની અણી બતાવી મારી નાખવાની ધમકિ

જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાં રહેતા એક મહિલા કોર્પોરેટરના પુત્રએ પ્રકાશયું છે, અને ઘરમાં લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં માતા-પિતાને જ છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજગોર ફળી શેરી નંબર -2 માં પંજાબ નેશનલ બેંકવાળી ગલીમાં રહેતા પૂર્વ મહિલા કોર્પોરેટર નયનાબેન કલ્યાણી કે જેમના પતિ ભરતભાઈ મોહનભાઈ કલ્યાણી દ્વારા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર સામે છરી ની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભરતભાઈ અને પૂર્વ કોર્પોરેટર નયનાબેન ના પુત્ર જીગર કલ્યાણી કે જે અવારનવાર ઘરમાં ઝઘડા કરતો રહે છે, ગઈકાલે ઘરમાં જરૂરિયાત સિવાયની લાઈટો બંધ કરવાના મામલે પોતાના માતા પિતા સાથે ભારે જીભાજોડી કરી હતી, અને બંનેને છરીની અણીએ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આખરે માતા-પિતા દ્વારા સમગ્ર મામલો સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. પોલીસે પિતા ભરતભાઈ ની ફરિયાદ ના આધારે પુત્ર જીગર સામે ગુનો નોંધી વધુ તપાસ કરી છે.

संबंधित पोस्ट

દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી

Admin

નરોડામાં ગાય અડફેટે આવતા યુવકનું સારવાર દરમિયાન મોત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

राज्यमंत्री डॉ. सुभाष गर्ग की फर्जी डीपी लगा बीकानेर डीसी से मांगे डेढ़ लाख रुपए

Karnavati 24 News

અમરેલી તાલુકાના મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

Admin

કપડવંજમાં કન્ટેનર ડીપી સાથે અથડાતાં 10 કલાક અંધારપટ બ્રેક ન લાગ્યાની દલીલ, ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ

Translate »