Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં એક્સ આર્મીમેનના પરીવાર પર હુમલામાં વધુ ૦૫ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં એક્સ આર્મીમેનના પરીવાર પર હુમલામાં યુવકને ગંભીર ઈજા થતા 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. બનાવને લઈને મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો, કરણીસેનાના યુવાનો, વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો દોડી ગયા હતા. અને આરોપી સામે કડક કાર્યવાહી કરી ઝડપી પાડવાની માગ કરવામાં આવી હતી અને બનાવના ઘેરા પડઘા પડ્યા હતા. અને અગાઉ ત્રણ મહિલા ઝડપાઇ હતી. ત્યારે અન્ય આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

….ધ્રાગધા શહેરના સોની તલાવડી વિસ્તારમા રાત્રે વાહન પાર્ક કરવાને લઈને એક્સ આર્મીમેન મંગળસિંહ ઝાલાના ઘર પર રાત્રીના સમયે આરોપી હથીયાર સાથે આવી હુમલો કરતા પુથ્વીરાજસિહ મંગળસિહ ઝાલા નામના યૂવાનને ગંભીર ઈજા થઈ હતી. જયારે મહિલા સહિત 2 લોકોને ફેકચર જેવી ઈજા થતાં ગંભીર હાલતમાં દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મુસ્લીમ પરિવારના મહિલા સહિત 9 શખસ દ્વારા ધોકા, પાઈપ સહિત તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ક્ષત્રીય સમાજના આગેવાનો, કરણીસેનાના યુવાનો, વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા. અને બનાવને લઈને 3 મહિલા ઝડપાઇ હતી. પરંતુ અન્ય આરોપી નહીં પકડાતા તેના ઘેરા પડધા પડ્યા હતા અને આંદોલનની ચીમકી અપાતાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એસઓજી પીઆઈ જાડેજા, સીટી પીઆઈ જામરે અને સ્ટાફ દ્વારા આરોપી ફેઝલ ફિરોજ પઠાણ, તોસીફ ઉસ્માનભાઈ, મોહશીન ઉસ્માનભાઈ, મોહશીન મઠલી અને વશીમ પઠાણની સામે પોલીસે ખુની હુમલો અંગેનો ગુનો નોંધી અમદાવાદથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા .

संबंधित पोस्ट

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

Admin

પાટડીના જૈનાબાદ ગામે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે એ માટે જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો લોક દરબાર યોજાયો

Admin

ઠંડીથી બચવા જે પણ ગરમ કપડા વિદ્યાર્થી પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા

Admin

भारतीयों ने इंडोनेशिया को बनाया सबसे बड़ा इस्लामिक देश: 1400 साल पहले हिंदुओं का बोलबाला;

Admin

ભારત જોડો યાત્રામાં જોડાશે ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી, આવતા મહિને કાશ્મીર પહોંચશે યાત્રા

Admin

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૪ માર્ચ થી તા. ૬ માર્ચ દરમિયાન દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી

Admin