Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

અમદાવાદમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મામલે નિંદા થતા અધિકારીઓને એક્શન લેવા અપાયા આદેશ

અમદાવાદમાં અત્યારે સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાના તૂટવાને લઈને છે. વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યું છે કે, 30 હજાર જેટલા ખાડાઓ અમદાવાદમાં પડી ગયા છે અને આ ખાડાઓના પેચવર્ક થઈ રહ્યા છે જ્યારે 83 જેટલા ભૂવાઓ પડી ગયા છે ત્યારે બીજી સમસ્યા રખડતા ઢોરની છે. ગઈકાલે હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ રખડતા ઢોરને લઈને પણ આજે કામગિરી કરાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મામલે નિંદા થતા અધિકારીઓને એક્શન લેવા  આદેશ આપવામાં આવી રહ્યા છે.

રખડતા ઢોરના પશુપાલકો સામે ફરીયાદ નોંધવાનો વ્યાપ વધારવા કમિશ્નર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રખડતા ઢોર મામલે ઢોર પકડવાની કામગિરીમાં ગતિ લાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ઘાસચારો લઈને જતિ ગાડીઓ પર પણ તવાઈ લાવવા માટે આદેશ કરાયો છે કેમ કે, રસ્તા પર જ આ ગાડીઓ ઘાસચારો લઈને  ફર્યા બાદટ ચાર રસ્તા ઉભા રહીને પશુઓને ચારો લોકો પુન્ય અર્થે પૈસા આપી ખવડાવતા હોય છે. જેના કારણે પશુઓને છુટોદોર મળી જાય છે.

જેથી આ મામલે કડકાઈ દાખવવા સૂચના આપવામાં આવી છે. આજથી એએમસીએ ઢોર પકડવા આદેશ કર્યો છે. વધુ ઢોર ઢોરવાડામાં મુકવામાં આવી શકે છે માટે બાકરોલ, દાણીલીમડા બાદ અન્ય ત્રણ સ્થળોએ પણ નવા ઢોરવાડા ઉભા કરવા આદેશ કરવામાં આવ્યો છે. બિસ્માર રસ્તા અને રખડતા ઢોરને લઈને અધિકારીઓને આદેશ તો કરાયો છે પરંતુ ઢોર ઉપરાંત તૂટી ગયેલા રોડ રસ્તાના કારણે કોર્પેોરેશનની કામગિરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જેના કારણે બદનામી પણ કોર્પોરેશનની થઈ રહી છે કેમ કે, આજે વિપક્ષે એક્શનમાં આવી કમિશનર અને મેયરના નામના પોસ્ટરો લગાવ્યા છે.

संबंधित पोस्ट

વિશ્વમાં ભારતના લેખનનો ડંકો: ટોમ્બ ઓફ સેન્ડ, બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ હિન્દી નવલકથા, લેખક ગીતાંજલિ શ્રીનું સન્માન

Karnavati 24 News

આજરોજ સાવરકુંડલા મુકામે કૃષિ શિબિર અને અભિવાદન સમારોહ યોજાયો હતો.

Karnavati 24 News

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin

વડીયા ના કોલડા ગામે લુટની ઇરાદે વુઘ્ઘ દપંતી પર હુમલો કરી લૂંટ નો નિસ્ફળ પ્રયાસ કરનાર આરોપી ઓ ઝડપાયા અમરેલી એલસીબી એ ચાર આરોપી ને ઝડપી લીધા

Admin

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News

નંબર પ્લેટ વગરના, લખાણ વાડી નંબર પ્લેટ વિરુઘ્ધ રાજકોટ પોલીસની ડ્રાઇવ: ૯૧ કેસ કરી રૂ.૩૮૬૦૦નો દંડ વસૂલાયો

Karnavati 24 News