Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

કુંભારવાડામાં હાથકાપનો જુગાર રમતા 7 ગેમ્બલર સકંજામાં સપડાઇ ગયા હતા

ભાવનગર શહેરના કુંભારવાડા, અક્ષરપાર્ક વિસ્તારના પ્લોટની ખુલ્લી જગ્યામાં હાથકાપના જુગારની બાજી માંડી બેસેલા સાત ગેમ્બલરને પોલીસે બાતમી આધારે દરોડો પાડી તમામને રંગેહાથ ઝડપી લઈને નારી રોડ, અક્ષરપાર્ક, ગોપાલ સોસા.ના શખ્સોના કબજામાંથી રોકડ, જુગાર સાહિત્ય બરામત કરી લોકઅપ હવાલે કરી દિધા હતા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષર પાર્ક, ખારીયા હનુંમાનજી સામેના ભાગે આવેલ પ્લોટની ખુલ્લી જગ્યામાં શખ્સો હારજીતની જુગારની બાજી માંડી પૈસા પાના વડે જુગટૂં ખેલી રહ્યા છે. જે હકીકત આધારે રેઈડ કરી તપાસ હાથ ધરતા જાહેર જગ્યામાં હાથકાપનો જુગાર રમતા સુરેશ દેવજીભાઈ વાગડીયા (ઉ.વ. ૩૫ રે. રામદેવનગર, નારી રોડ, કુંભારવાડા), પ્રવિણ કરશનભાઈ મકવાણા (ઉ.વ. ૪૦, રે. શેરી નંબર ૨૩, અક્ષરપાર્ક, કુંભારવાડા), જીવણ છનાભાઈ બારૈયા (ઉ.વ. ૩૭, રે. શેરી નંબર-૨, રામદેવનગર, કુંભારવાડા), નિતેષ કાંતીભાઈ રાઠોડ (ઉ.વ. ૩૬ રે. શેરી નંબર-૨, રામદેવનગર, કુંભારવાડા), મનસુખ ઉર્ફે પીન્ટુ ભવાનભાઈ બારૈયા (ઉ.વ. ૩૫ રે. પ્લોટ નંબર-૩, ગોપાલ સોસાયટી, કુંભારવાડા), પ્રવિણ મશરૂભાઈ બારૈયા (ઉ.વ. ૫૦ રે. મફતનગર, રામદેવનગર, કુંભારવાડા), લાલજી હરજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૮ રે. શેરી નંબર-૨, રામદેવનગર, કુંભારવાડા) મળી આવતા તમામને રંગેહાથ ઝડપી લઈ પોલીસે શખ્સોના કબજામાંથી રોકડ, જુગાર સાહિત્ય બરામત કરી શખ્સો સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી બોરતળાવ પોલીસે તમામને લોકઅપ હવાલે કરી દિધા હતા.

संबंधित पोस्ट

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News

મોરબીના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખની ખંડણી માંગી ધમકીની ફરિયાદ

Karnavati 24 News

બાળકની લાલસામાં મહિલાએ ક્રૂરતાની તમામ હદો વટાવી, ગર્ભવતી મહીલાને ઢોર માર મારી કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

Admin

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માંથી લાખો ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બે વ્યક્તિ જાહેર સ્થળે દારૂની મહેફિલ માણી રહ્યા હતા

Karnavati 24 News

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News
Translate »