જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે જામનગર રોડ પર આવેલ જીઆઈડીસી વિસ્તાર સામેથી પસાર થતા એક વાહન ચાલકને આંતરી લઇ પોલીસે વાહનની તલાસી લેતા અંદરથી લાકડાનો ધોકો મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કાલાવડ તાલુકા મથકથી ચાર કિમી દુર આવેલ જામનગર રોડ પર જીઆઈડીસી વિસ્તાર સામે જ રોડ પર ગઈ કાલે સ્થાનિક પોલીસે થર્ટી ફર્સ્ટને અનુસંધાને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બપોરે એકાદ વાગ્યે મહિન્દ્ર જીતો ગાડી લઇ નીકળેલ હુશેનભાઇ ઈબ્રાહીમભાઈ નોયડા રહે.સાતોદડ(વાવડી) તા.જામકંડોરણા જી.રાજકોટ વાળાને રોકાવી લીધો હતો અને તલાસી લીધી હતી જેમાં આ સખ્સના કબજામાંથી એક લાકડાનો ધોકો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ધોકો કબજે કરી તેની સામે હથિયાર બંધીના જાહેરનામાં મુજબ કાર્યવાહી કરી આગળની તજવીજ શરુ કરી હતી. જયારે કાલાવડ-ધોરાજી રોડ સરદારના પુતળા પાસેથી ગઈ કાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે પસાર થતા સીકંદર પરીશાહ શેખ રહે:-કાશ્મીરપરા લાખા બાપાની દુકાન પાછળ રહેતા આ સખ્સના કબજામાંથી એક લાકડાનો ધોકો મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સ સામે પણ જીપી એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.