Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં હળવદ પોલીસે પકડેલા ધ્રાંગધ્રાના અંકેવાળીયાના શખ્સની પૂછપરછમાં તેણે દાડમ રૂ.14 હજાર 760ના ખોડુની વાડીમાંથી ચોર્યાનું ખૂલ્યું હતું. આથી ખેતર માલિકને જાણ કરાતા તેઓએ જોરાવરનગર પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

…વઢવાણ 80 ફૂટ રોડ પટેલ સોસાયટીના રહીશ પરેશ વ્રજલાલ મોટકાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને દાડમ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ વઢવાણના ખોડુ ગામની સીમમાં અંકેવાળીયા રોડ પર ખેતીની જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. તેઓ વાડીમાં હતા, ત્યારે દાડમ નીચે વિખેરાયેલા પડ્યાં હતા. તપાસ કરતા આસપાસના ઝાડ પરથી દાડમ તોડાયા હોવાનું જણાયું હતું. આથી તપાસ કરતા હતા, ત્યાં હળવદ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, ધ્રાંગધ્રાના અંકેવાળીયાના મુકેશ ગોરધનભાઇ હળવદીયા પાસેથી રોકડા રૂ.14 હજાર 460 હરિયાળી ફ્રૂટ માર્કેટનું બિલ મળ્યું છે. પૂછપરછમાં તેને ખોડુ ગામની સીમમાંથી વ્રજલાલ પટેલની વાડીમાંથી દાડમ 360 કિલો ચોર્યાનું જણાવ્યું હતું. જ્યારે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

संबंधित पोस्ट

કેશોદ માં ડુપ્લીકેટ દૂધનો બેરોકટોક ચાલતો કાળો કારોબાર તંત્ર દ્વારા ઢાક-પીછોડાનો આક્ષેપ

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

Admin

ઈન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના આઠ ફેઈક આઈ. ડી. બનાવી બદનામ કરવા પ્રયાસ

Karnavati 24 News

સુરતમાં ૭ વર્ષથી લૂંટ-હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત પોલીસને ગોળ ગોળ ફેરવતો,આખરે ઝડપાયો.!

Karnavati 24 News

અમદાવાદથી બાઈક પર રોડા ગામે આવતા યુવકનું કારની ટક્કરથી મોત

Karnavati 24 News

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin
Translate »