Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

*કાલાવડ માં પાંચ દિવસ પુર્વે ચોરી ની ફરિયાદ નો ભેદ ઉકેલતી પોલીસ*

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આવેલ એલ્યુમિનિયમ વાયરના ગોડાઉનમાં ગત પાંચ દિવસ અગાઉ લાખોના એલ્યુમિનિયમ વાયરોની ચોરી થવા પામી હતી અને આ લાખોની ચોરીનો ભેદ કાલાવડ ટાઉન પોલીસ અને જામનગર એલસીબી દ્વારા ગણતરીના દિવસોમાં ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે આ ચોરીના કેસમાં હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય કાલાવડ પોલીસ આ બે આરોપીઓની પકડવા તપાસનો દોર અન્ય જિલ્લાઓમાં કરી રહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થવા પામી રહી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૫-૦૮-૨૦૨૨ ના રોજ કાલાવડ ખાતે આવેલ બાલંભડી રોડ પર હરેશભાઈ બુસા ઓના ગોડાઉન માંથી ૨૫૦૦ કિલો જેટલો એલ્યુમિનિયમ વાયર અને નવા એલ્યુમિનિયમ વાયર આશરે ૧૫૦૦ કિલો જેની કિંમત કુલ ૪.૦૦.૦૦૦/- (અંકે ચાર લાખ) રૂપિયા થવા પામી હતી. આ અંગે હરેશભાઈ બુસાએ તારીખ ૧૫-૦૮-૨૦૨૨ ના રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકે આ અંગે ચોરીની ફરિયાદ નોંધાવતા કાલાવડ ટાઉન પોલીસ પથકના જાંબાઝ મહિલા પી.આઇ. એવા યુ.એચ.વસાવા અને જામનગર એલ.સી.બી. પી.આઇ. કે.જે.ભોય દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાલાવડ તાલુકા અને રાજકોટ ખાતે તપાસ કાર્યવાહી કરતા અને સંકાસ્પદ સ્થળોના સીસીટીવી ફૂટેજ અને રોડ ઉપરના સીસીટીવી ફૂટેજો ચેક કરી. ટેકનિકલ એનાલિસિસ કરી ગુનેગારો અને વાહનોની ઓળખ કરવામાં આવી હતી. આ દરમિયાન કાલાવડ ટાઉન પોલીસ મથકના પોલીસ હેડ.કો. સંદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટે. મહેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટે. જીતેનભાઈ પાગડાર અને એલ.સી.બી. ટીમના સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા ઓને મળેલ સંયુક્ત બાતમી નાં આધારે રાજકોટ ખાતેથી ઇરફાન ઇકબાલ ગીગાણી રહે. કુવાડવા રોડ – રાજકોટ, આરીફ ગફારભાઈ ધાનાણી રહે. જગલેશ્વર – રાજકોટ અને ભાવેશભાઈ વિનુભાઈ વાઘેલા રહે. આરટીઓ ની બાજુમાં – રાજકોટ, નાં ઓને ઝડપી પાડી પૂછપરછ કરાતા આ ગુનો તેઓએ કર્યો હોવાનું કબૂલાત કરતા અને તપાસ કરતા ૧૭૦૦ કિલો એલ્યુમિનિયમ વાયર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા આ ચોરીને અંજામ આપવા તેઓને અન્ય બે ઈસમો એવા બાદશાહભાઈ રહે. જાલેશ્વર રાજકોટ અને પીન્ટુ રહે. લીંબુડી વોકરી – રાજકોટ, પણ આ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનો જણાઈ આવતા આ બે ફરાર ચોરો ને પકડવા કાલાવડ ટાઉન પોલીસ તપાસનો દોર બીજા જિલ્લાઓમાં લંબાવી રહી હોવાનું જણાઈ રહ્યું છે..

संबंधित पोस्ट

નોટ ડબિંગ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશઃ પોલીસે 5 લોકોની ધરપકડ કરી, એક સ્વિફ્ટ કાર પણ મળી આવી

Karnavati 24 News

રાજકોટ નાગરિક બેંક અને તેના ગ્રાહકોના કરોડો ચાઉં કરનાર ભેજાબાજ ઝડપાયો

Karnavati 24 News

મોટી ખાવડી ખાતે મજુરી કામ કરતા સખ્સે અનેક મહિલાઓની વોટ્સએપમાં પજવણી કરી

Karnavati 24 News

જામનગરના કિશાન ચોક વિસ્તારમાં ખૂનની કોશિશના ગુનામાં બે મહિલા આરોપીઓના જામીન મંજૂર

Karnavati 24 News

બારડોલીના ઇસરોલી ગામમાં બે બંધ મકાનોના તાળાં તૂટ્યા, પરચુરણ સામાનની ચોરી

Karnavati 24 News

નકલી સીબીઆઈ ઓફિસર બની લૂંટારાઓએ વેપારીની ઓફિસ પર દરોડા પાડ્યા, 50 લાખ લૂટી ગયા

Admin