એભલ દ્વારા નજીકથી એક ઈસમ હથિયાર સાથે ઝડપાઇ જતાં પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી ભાવનગર જિલ્લા તેમજ હાલ સમગ્ર તળાજા શહેર તાલુકામાં લગ્નગાળાની પૂરજોશમાં સીઝન ચાલી રહી હોય ત્યારે પોલીસ દ્વારા પણ સંપૂર્ણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એમ ડી કાપડિયા સહિતનો પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તાર માં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તળાજા શહેરમાં આવેલ એભલજી દ્વાર પાસે આવતા રોકડીયા હનુમાનજી સામે એક ઈસમ શંકાસ્પદ ઉભો હતો પોલીસે તેમની ઉપર શંકા જતા તેમની તલાશી લેવામાં આવતા તેમના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકના હાથા વાળી છરી મળી આવી હતી પોલીસે તેમની પાસે પાસ પરમીટ માગતા કોઈપણ પ્રકારનો આધાર પુરાવા ન હતો જેથી કરીને પોલીસે તેમના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે