અંકલેશ્વર ના કાપોદ્રા વિસ્તારમાં ગતરોજ લોક ડાયરા નો એક કાર્યક્રમ યોજાયો હતો,અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને તૃષિકુલ ગોધામ દ્વારા યોજાયેલા શાકોત્સવ કાર્યક્રમમાં લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું,જ્યાં લોક ડાયરા માં નોટો ની વરસાદ વચ્ચે હવા માં ફાયરીંગ કરતો એક યુવાન નજરે પડ્યો હતો,એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવામાં આવી હોવાનું વાયરલ વીડિયો માં નજરે પડ્યો હતો, યુવાન ના હાથમાં રહેલ બંદૂક માંથી ધડાધડ ત્રણ જેટલા ફાયર કરતા યુવાન ઉપર નોટો વરસાદ થતો પણ જોવા મળ્યો હતો ત્યારે યુવાન ના હાથમાં રહેલ બંદૂક અસલી હતી કે નકલી તે મામલે હજુ સુધી આયોજકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું હતું,તેમજ વાયરલ વીડિયો બાદ પોલીસ વિભાગે પણ તપાસ ની તજવીજ હાથધરવાની કવાયત શરૂ કરી હતી મહત્વની બાબત છે કે આજ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ લોકડાયરા અગાઉ ઉપસ્થિત રહ્યા હતા,તેમજ તેઓએ કાર્યક્રમ માં પોતાના વક્તવ્ય પણ રજૂ કર્યા હતા,વાયરલ વીડિયો બાદ આખો મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે,
