Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

સુરત શહેરમાં લુખ્ખાતત્વો આતંક સતત વધી રહ્યો છે અસામાજિક તત્વો જાહેરમાં ગુંડાગિરી કરીને લોકો ને હેરાન કરી રહ્યા છે અને ગુનેગારો બેફામ બની ગયા છે ત્યારે આવા તત્વોને ડામી દેવા જરૂરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અભયનગર સોસાયટીના નાકે એક વ્યક્તિ ઉભો હતો તે સમયે માથાભારેની છાપ ધરાવતા રાણા દેવા સાટીયાએ યુવકને ધમકી આપી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા જે ઘટનામાં વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે અંગે તપાસ કરતા બાતમી આધારે આરોપી રાણા દેવાની પોલીસે પકડી પાડ્યો હતો.

જોકે પકડાતા જાણવા મળ્યું હતું કે આરોપી વરાછા વિસ્તારમાં માથાભારે ઇસમની છાપ ધરાવે છે અને તેની સામે અગાવ અનેક પોલીસ મથકમાં 26થી વધુ ગુના નોંધાયેલ છે જેમાં મારામારી હત્યાનો પ્રયાસ લૂંટ ચોરી જેવા અનેક ગુનામાં સંડોવાયેલ આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી હતી આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને લોકોને નુકશાન ન પોહચડે તે હેતુ પોલીસ દ્વારા અનેકવાર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ કોર્ટ માંથી જામીન મેળવી ફરી એકવાર ગુનાને અંજામ આપે છે ત્યારે આવા તત્વોને વહેલી તકે ડામી દેવા જરૂરી બને છે

संबंधित पोस्ट

જૂનાગઢ તાલુકાના વધાવી ના ખેડૂત સાથે ગાય ખરીદવાના નામે ૬૦ હજારની ઠગાઈ

Karnavati 24 News

મેઘરજ બેદી બ્લાસ્ટ : પતિએ કમરમાં ડિટોનેટર બેલ્ટ બાંધી પત્નિને ઉડાવી દીધી, પતિનું પણ મોત

Karnavati 24 News

બીટ ગાર્ડ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ફોરેસ્ટરની ધમકી

Admin

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માંથી લાખો ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

 કચ્છમાં અપમૃત્યુના વધુ બે બનાવોથી અરેરાટી

Karnavati 24 News

SOG ક્રાઈમ બ્રાન્ચે ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ

Translate »