Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર મિત્રતા કેળવી આચર્યુ દુષ્કર્મ

આજનો યુગ ડિઝિટલ યુગ છે. આજના સમયમાં નાના બાળકો પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. અમરેલીના વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામની સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર મિત્રતા કેળવી અમદાવાદના એક યુવકે દુષ્કર્મ આચર્યુ હતુ.ઇંસ્ટાગ્રામ પર પરિચય બાદ મિત્રતા કેળવવાની સગીરાએ મોટી કિંમત ચૂકવવી પડી છે. અમદાવાદના યુવકે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામની સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર પહેલા મિત્રતા કેળવી હતી. તે બાદ બન્ને વચ્ચે ધીમે ધીમે વાતો થવા લાગી હતી. સગીરાને તે બાદ લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી હતી.

એક વખત અમદાવાદથી રાહુલ નામનો વ્યક્તિ સગીરાને મળવા માટે તેના ગામમાં આવ્યો હતો અને ફરવા જવાનું કહીને તે બન્ને ગામની બહાર નીકળ્યા હતા. આરોપી સગીરાને વીરપુર (જલારામ) લઇ ગયો હતો. બન્ને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ગેસ્ટ હાઉસમાં સગીરાની એકલતાનો લાભ લઇને આરોપીએ શારીરિક સબંધ બાંધ્યા હતા. તે બાદ સગીરાએ લગ્નનું દબાણ કરતા યુવક કઇ જવાબ આપતો નહતો. આખી વાતની જાણ સગીરાના માતા-પિતાને થતા તેમણે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુન્હો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

संबंधित पोस्ट

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

Karnavati 24 News

 મોરકંડા રોડ પર ચાર સખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી

Karnavati 24 News

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કારાવાસ સજા કરવામાં આવી

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિત્તે મેદરડા તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

Karnavati 24 News

રાજકોટમાં પૈસાની લેતી દેતી વખતે કારમાં સવાર શખ્સોએ યુવકને મારમાર્યો: યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ

Admin

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

Karnavati 24 News