સુરત જિલ્લા ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ટાઉનહોલ ખાતે જિલ્લા કારોબારી નું આયોજન કરાયું હતું . જિલ્લા કારોબારી બેઠકમાં આગામી ચૂંટણી ને લઈ ને ચર્ચા કરવમાં આવી હતી . તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આગામી દિવસો માં વિવિધ કર્યક્રમ નું આયોજન થયું છે. એ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા ના ધારાસભ્યો ને પક્ષ ની બાકી રહેલ કામગીરી વહેલી પુરી કરવા અંગે પણ ટકોર કરવામાં આવી હતી. જિલ્લા કારોબારી માં પક્ષ પલટા નો દોર પણ જોવા મળ્યો હતો. જેમાં સુરત જિલ્લા કોંગ્રેસ ના માજી પ્રમુખ અને પીઢ સહકારી આગેવાન અને એ પી એમ સી ના ડિરેકટર મોહન ભાટિયા આજે વિધિવત ભાજપ માં જોડાયા હતા. મોહન ભાટિયા સાથે ચોર્યાસી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્કેશ ભાઈ પટેલ સહિત 150 થી વધુ કાર્યકરો ભાજપ માં જોડાયા હતા. કારોબારી માં તમામ ને આવકારી ભાજપ માં ખેસ પહેરાવી આવકર આપ્યો હતો. આગામી 14 મી ના રોજ જિલ્લા ભાજપ દ્વારા આઝાદી ના 75 વર્ષ નિમિત્તે 75 બળદ ગાડા સાથે તિરંગા યાત્રા પણ કાઢવનું આયોજન ની જાહેરાત કરી હતી. સાથે જ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ માં સી આર પાટીલ ને બહેનો એ કરેલ રજુઆત પગલે ભજન મંડળી ને પણ જરૂરી સાધનો નું કારોબારી માં વિતરણ કરવમાં આવ્યું હતું.
