આગામી તા.5 અને 6 જાન્યુઆરી 2022 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ફોર એકેડમિક ઈન્સ્ટીટયુશન થવા જઈ રહી છે. આ કોન્ફરન્સ ગુજરાતનાં ગાંધીનગર ખાતેની સાયન્સ સિટીમાં યોજાનાર છે. જેમાં પહેલી વખત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભાગ લઈ રહી છે. જેમાં યુનિવર્સિટી દ્વારા એક સ્ટોલ પણ ત્યાં બનાવવામાં આવશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીમાં આવનાર ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ખૂબ જ મહત્ત્વની બની રહેશે.
આ કોન્ફરન્સમાં બહારના દેશની ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ તેમજ ભારતભરની યુનિવર્સિટી ભાગ લેનાર હોય જેનો લાભ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને પણ મળી રહેશે.
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી દ્વારા આ કોન્ફરન્સમાં ડો.નિશિથ ધારૈયા,ડો.અશ્ર્વીન મોદી,આકિટેક મીરા ચેતવાની ભાગ લેનાર હોવાનું યુનિવર્સિટી નાં સુત્રોએ જણાવ્યું હતું.