ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૩ ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 2018 માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી છેલ્લા 7 વર્ષમાં 9 થી વધારે વખત પરીક્ષાના પેપરલીક થયા છે અને પરીક્ષાઓ રદ થઇ છે. બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓકિસ આસીસ્ટન્ટનીપરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથી એ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ગઈ કાલે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો કરી એક વાર નિરાશ અને હતાશ થયા છે.ત્યારે સુરત જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને સમગ્ર બાબતે આવેદન આપવામાં આવ્યું હતું ,સુરત જીલ્લાના બારડોલી ખાતે યોજાયેલા આવેદન ના આ કાર્યક્રમ માં માંડવી ના ધારાસભ્ય આનંદ ચોધરી ,યુથ કોંગ્રેસ ના સુરત જીલ્લા પ્રેસિડેન્ટ હર્ષલ ચોધરી સહીત મોટી સંખ્યમાં યુથ કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા