



ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. સોસાયટીમાં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. ૦૯-૦૧-૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે ચુંટણીમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, મણીલાલ મોહનભાઈ વિઠલાણી અને રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી એમ ત્રણ ઉમેદવારો મેદાનમાં જોવા મળે છે તા. ૩૧ ડીસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને બાદમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે