યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વડાપ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી નો આ પ્રથમ પદવીદાન છે અને આ પ્રથમ પદવીદાન સમારોહ ની અંદર ખુદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન બંને એક સાથે આવ્યા છે ત્યારે એક જ મંચ પર આ બંને મહાનુભાવો રક્ષા શક્તિ યુનિવર્સિટી માં જોવા મળ્યા છે વિદ્યાર્થીઓને લ્હાવો પહેલીવાર મળ્યો છે.
એજ્યુકેશન રિસર્ચ શહીતની ટ્રેનીંગ આ યુનિવર્સિટી આપે છે તમામ લોકોએ અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કર્યું છે પ્રથમ પદવીદાન સમારોહ રાષ્ટ્રને આજે સમર્પિત કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે રાજભવન ખાતે તેઓ અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરશે જોકે ગઈ કાલે કમલમ ખાતે તેમને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠક 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઘણી મહત્વની રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈકાલે થયેલો રોડ શો એ આગામી વિધાનસભા ની ચૂંટણી ગુજરાતની અંદર શરૂઆત કહી શકાય છે જોકે વડાપ્રધાન બાદ બીજા નંબરનું દાયિત્વ ગુજરાતનું સી.આર.પાટીલ પર છે જેઓ નું 182 સીટો જીતવાનું લક્ષ્ય છે.