Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીનાં લોકમેળામાં પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો ! !

પોરબંદર-છાંયા નગરપાલિકા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ યોજાતા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય ત્યારે કોઇ દુર્ઘટના સર્જાય તો પાલિકાએ આ માટે ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કોરોના કાળમાં બે વર્ષ બાદ પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૮ થી રર ઓગસ્ટ સુધી એટલે પાંચ દિવસ સુધી પોરબંદરનાં ચોપાટી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળાને માણવા માટે આવશે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા દ્વારા તકેદારીનાં તમામ પગલા લેવામાં આવ્યાં છે. તેમ છતાં કમનસીબે કોઇ દુર્ઘટના સર્જાય તો યોગ્ય વળતર મળી રહે તે માટે પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા મેળાનો ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કારણ કે મેળામાં વિવિધ પ્રકારની રાઇડ તેમજ ખાણીપીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવ્યાં છે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના સર્જાય તો અસરગ્રસ્તને યોગ્ય વળતર મળી રહે તે માટે પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો છે. ભુતકાળમાં પોરબંદરનાં લોકમેળામાં દુર્ઘટના સર્જાઇ હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટેનાં પગલા પણ પાલિકા દ્વારા લેવામાં આવ્યાં છે.

મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ થશે
પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં રાત્રિનાં સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૮મીનાં રોજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાશે. તા.૧૯નાં રોજ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે અન્ય શહેરની ઓરકેસ્ટ્રા દ્વારા મ્યુઝીકલ નાઇટ તા.ર૦નાં રોજ નિધી ધોળકીયા દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. તા.ર૧નાં રોજ જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં લોકડાયરાનું આયોજન અને તા.રરનાં રોજ ગુજરાતી જાણીતી લોકગાયિકા ગીતા રબારીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

संबंधित पोस्ट

રાજકોટ સીટી બસ ફરી વિવાદમાં: વધુ ૧૨ કન્ડક્ટરને ટેમ્પરરી અને એક કન્ડક્ટરને કાયમી માટે કરાયા સસ્પેન્ડ

Admin

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News

વલસાડ રૂરલ પોલીસે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે ઘરડાઘરના વડીલો સાથે ગરબા રમી હૂંફ પુરી પાડી

Karnavati 24 News

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

Karnavati 24 News

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

એચએનજીયુ યુનિવર્સિટી અમેરિકાની મિયામી યુનિવર્સિટી સાથે એમઓયુ કરશે, પોલ્યુશન, એગ્રીકલ્ચર, રિસર્ચ અંગે કરાર કરાશે

Karnavati 24 News