સ્વર્ણિમ સંકુલ તાપી હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓ સાથેની બેઠક મળી હતી.
આજની આ કેબિનટ બેઠકમાં ખાસ કરીને જે બજેટ સત્રની અંદર જે એલોકેશન મંજૂર કરવામાં આવ્યા છે. એલોકેશનને ઝડપથી પુરા કરવા અંગે ચર્ચા કરવામાં આવે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સાથે સુપોષણ યોજના અંતર્ગત પોષણક્ષમ ફૂડ બાળકોને મળી રહે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વિધાનસભા સત્ર દરમિયાનની અને આ મહિનાની અંતિમ કેબિનેટ બેઠક હતી. આગામી કેબિનેટ બેઠકમાં પણ વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. 21 એપ્રિલે દાહોદમાં વડાપ્રધાનનો પ્રવાસ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
જો કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી લક્ષી તૈયારીઓમાં સૌ કોઈને જવાબદારી સોંપવામાં આવી શકે છે. આજે કેબિનેટની અંદર ખાસ પ્રકારનું ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરવામાં આવવાનું છે તે સંદર્ભે વધુ ભાર આપવામાં આવ્યો હતો કેમ કે, આ અગાઉ માલધારી સમાજના આગેવાનો દ્વારા આ બાબતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે જેથી આ બિલ વિરોધ વચ્ચે પસાર થશે પરંતુ સરકાર આ બિલ લાવવા મક્કમ છે કેમ કે, આ વાતને લઈને પશુ પાલન મંત્રીએ પણ સ્પસ્ટતા અગાઉ કરી જ છે કે, આ પ્રકારની સમસમયાને સરકાર દ્વારા જલદીથી જ સોલ કરવામાં આવશે.
આ સાથે જ આજે અેજ્યુકેશન પરનું બિલ પણ પસાર કરવામાં આવશે અને કેગનો રીપોર્ટ પણ રજૂ કરવામાં આવશે આ તમામ બાબતોને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી.

previous post