Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત જિલ્લા એસ.ઑ.જી.ની ટીમે કામરેજથી 50 હજારના ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો : ત્રણ વોન્ટેડ

બારડોલી : સુરત જિલ્લા SOGની ટીમે કામરેજ ચાર રસ્તા નજીકથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 50 હજાર રૂપિયાથી વધુની કિંમતના ગાંજો કબ્જે લઈ ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરત જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે મંગળવારના રોજ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કામરેજ ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતાં રોડ પર એક દુકાન પાસેથી કાળા રંગના રેક્ઝિનની બેગ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તેનું નામ અમદાવાદના સરખેજનો અખ્તર હુસેન સૈયદ્દીન રંગરેજ હોવાનું જણાવ્યુ હતું. બેગમાં ચેક કરતાં અંદરથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યુ હતું કે શખ્સ પાસેથી 5.044 કિલો ગાંજો મળી આવ્યો હતો જેની કુલ કિંમત રૂ. 50 હજાર 440 રૂપિયા છે.પોલીસે તેની પાસેથી મોબાઇલ ફોન રૂ. 500, રોકડા રૂ, 1300 મળી કુલ 52 હજાર 240 રૂપિયાની સામાન કબ્જે કર્યો હતો. પોલીસે અખ્તર હુસેનની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યુ હતું કે તે ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને અમદાવાદથી તે ગાંજો લેવા માટે આવ્યો હતો. તેને અજય નામનો ઈસમ આ ગાંજો વેચાણથી આપી ગયો હતો. અને મહેસાણા ના રફીક ધોબી તેમજ મોઈન બાપુએ આ જથ્થો મંગાવ્યો હતો. પોલીસે અજય, રફીક ધોબી અને મોઈન બાપુને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

 મોરકંડા રોડ પર ચાર સખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી

Karnavati 24 News

વકીલ મેહુલ બોઘર ઉપર Live હુમલાનો વિડીઓ…

Karnavati 24 News

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News

ભરૂચ-દહેજ માર્ગ પર વધુ એક વાર ખાનગી લકઝરી બસ ની અડફેટે મોપેડ સવાર ઘાયલ

Admin

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

Karnavati 24 News

દામનગર પો.સ્ટે.. ના ટાઉન વિસ્તારમાં આવેલ ખોડીયારનગરમાં ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઇસમો ને રોકડ રૂ-૧૦,૧૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ

Karnavati 24 News
Translate »