Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પાકિસ્તાની ઘૂસણખોરની ભારતમાં ધરપકડ મામલામાં નુપુર શર્માને મારવાનો થયો ખુલાસો, મળી આવ્યો નકશો

પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કર્યા બાદ ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને લઈને દેશ અને વિદેશમાં મામલો ગરમાયો હતો. અત્યારે નુપુર શર્મા કોર્ટનો સંપર્ક કરી રહી છે. આ દરમિયાન રાજસ્થાનમાં તેની સાથે જોડાયેલ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં સ્થિત હિંદુ માલકોટ સરહદ પર ભૂતકાળમાં BSF દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. તેને કાવતરા હેઠળ ભારત મોકલવામાં આવ્યો છે. બીએસએફની પૂછપરછમાં આ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, આરોપી ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની નજીકથી ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ગુપ્તચર એજન્સી ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને લશ્કરી એજન્સીની સંયુક્ત ટીમ તેની પૂછપરછ કરી રહી છે.

યુવક પાસેથી છરી મળી આવી
સૂત્રોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ 16 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે શ્રીગંગાનગર જિલ્લાને અડીને આવેલી હિન્દુમલકોટ બોર્ડર ફેન્સિંગની આસપાસ ફરતો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા ગઈ અને તેની પૂછપરછ કરી. તે યોગ્ય રીતે જવાબ આપી શક્યો નહીં. તલાશી લેતા તેના કબજામાંથી 11 ઇંચની ધારદાર છરી, ધાર્મિક પુસ્તકો, નકશા, કપડાં અને ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા.

संबंधित पोस्ट

मेरठ : नर्सिंग की छात्रा ने फांसी लगाकर कर करी आत्महत्या,कम नंबर को लेकर थी तनाव में

Admin

દેવું ચૂકવવા અને તાંત્રિક વિધિ માં નોટ નો વરસાદ કરવા જાલીનોટ બનાવનાર બે મહિલા પકડાઈ

Karnavati 24 News

પોલીસે માલણકા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો

 કચ્છમાં અપમૃત્યુના વધુ બે બનાવોથી અરેરાટી

Karnavati 24 News

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

સુરત જિલ્લા એસ.ઑ.જી.ની ટીમે કામરેજથી 50 હજારના ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો : ત્રણ વોન્ટેડ

Karnavati 24 News
Translate »